UP: પતિ કરતો હતો શંકા, યુવતીએ જાતે ચહેરો સળગાવી દીધો
abpasmita.in | 01 Sep 2016 09:40 AM (IST)
લખનઉઃ ઉત્તરપ્રદેશમાં એક યુવતીની સુંદરતા જ તેની દુશ્મન બન્યાની એક ઘટના સામે આવી છે. પીલીભીતની એક મહિલાનો પતિ તેના ચારિત્ર્ય પર શંકા કરતો હતો અને તેની સાથે મારપીટ કરતો હતો. જેનાથી પરેશાન મહિલાએ પોતાનો ચહેરો સળગાવી દીધો હતો. પીલીભીતની રેખા લોધી નામની યુવતીએ પોતાના પતિ નિર્મલ અને સસરાના મહેણાંથી પરેશાન થઇને પોતાના ચહેરાને સળગાવી કદરૂપો બનાવી દીધો હતો. 30 વર્ષની રેખા લોધીએ છ વર્ષ પહેલાં નિર્મલ કુમાર સાથે લગ્ન કર્યાં હતાં. તેની સુંદરતા અને સ્માર્ટનેસના લીધે તેણે ટૂંક સમયમાં પોતાના પરિવારનો પ્રેમ જીતી લીધો હતો. રેખા સુંદર, ચંચળ અને હસમુખ સ્વભાવની હતી. શંકાને કારણે રેખાનો પતિ તેને ઘરની બહાર પણ નીકળવા દેતો નહોતો. જેનાથી પરેશાન રેખાએ પોતાનો ચહેરો સળગાવી દીધો હતો. રેખાની હાલત સ્થિર છે અને જોકે, ડોક્ટરોના મતે તેનો ચહેરો યોગ્ય થવાની શક્યતા નહીવત છે. રેખાએ જણાવ્યું કે, તેનો પતિ નિર્મલ તેના પર શંકા રાખી મારપીટ કરતો હતો. 29 ઓગસ્ટની રાત્રે મને સુખ જોઇને નિર્મલે મને કહ્યું કે કેમ આટલી ખુશ દેખાઇ રહી છે, કેમ કોઇની સાથે ચક્કર છે. જેનો મેં વિરોધ કર્યો તો નિર્મલે મારી સાથે મારપીટ કરી હતી. રેખાએ આરોપ લગાવ્યો હતો કે એટલું જ નહીં નિર્મલના પિતા પણ તેનો જ સાથ આપતા હતા. મારપીટથી દુખી રેખાએ પોતાની સુંદરતા ખત્મ કરવા માટે ચહેરા પર કેરોસીન છાંટી સળગાવી દીધો હતો.