મુંબઈઃ દેશમાં જીવલેણ કોરોના વાયરસનો સૌથી વધારે પ્રકોપ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. એકલા મહારાષ્ટ્રમાં આ વાયરસને કારણે અંદાજે 700 લોકોના મોત થયા છે. રાજ્યમાં સૌથી વધારે કેસ રાજઘાની મુંબઈમાં જોવા મળ્યા છે. એવામાં મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ વિભાગે આજે ખાનગી ડોક્ટર્સ માટે હવે સરકારી હોસ્પિટલમાં કામ કરવાનો આદેશ બહાર પાડ્યો છે.

આદેશ ન માનવા પર રદ્દ થશે લાઈસન્સ

મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચ વિભાગે મુંબઈના જેટલા પણ ખાનગી ડોકટ્ર છે, તેમને હવે સરકારી હોસ્પિટલમાં કામ કરવાનું ફરજિયાત કર્યું છે. મોટી વાત એ છે કે જો કોઈ પણ પ્રાઈવેટ ડોક્ટર આ આદેશ માનવાની ના પાડે તો તેનું લાઈસન્સ રદ્દ કરવામાં આવશે. મુંબઈમાં અંદાજે 25 હજાર પ્રાઈવેટ ડોક્ટર્સ અને સ્વાસ્થ્યકર્મી છે.

ઓછામાં ઓછા 15 દિવસ સુધી કરવું પડશે કામ

આદેશમાં ખાનગી ડોક્ટર્સ અને મેડિકલ અધિકારીઓને કોરોના વાયરસ હોસ્પિટલમાં ઓછામાં ઓછા 15 દિવસ માટે કામ કરવા માટે કહેવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 617 લોકોના મોત

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 15 હજાર 525 કેસ સામે આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં 617 લોકોના મોત થયા છે. રાજ્યમાં બે હજાર 819 લોકો ઠીક થયા છે.