તેલંગાણામાં લોકડાઉને વધારીને 29 મે સુધી લંબાવી દેવામાં આવ્યું છે. રાજ્યના સીએમ ચંદ્રશેખર રાવે આ નિર્ણય લીધો છે. દેશમાં કોવિડ-19ના સંક્રમણને ધ્યાનમાં રાખીને જે લોકડાઉન ચાલુ છે તે 17 મે સુધી છે પરંતુ તેલંગાણામાં તેને વધારીને 29 મે સુધી કરી દેવામાં આવ્યું છે. આવું કરવાવાળા તેલંગાણા દેશનું પહેલું રાજ્યા છે.
તેલંગણામાં લોકડાઉન 29 મે સુધી લંબાવવામાં આવ્યું છે. રાજ્યના સીએમ ચંદ્રશેખર રાવે કહ્યું કે, અમે કોઈ ભયજનક સ્થિતિને પહોંચીવળવા તૈયાર છીએ. રાજ્યમાં કોરોનાના 1096 કેસ છે. 628 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવી ચુક્યા છે.
આ સાથે જ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, લોકોએ સાંજે 6 વાગ્યુ સુધી જરૂરિયાત વસ્તુઓની ખરીદી કરી લેવાની રહેશે અને તેમણે પોતાના ઘરે પહોંચી જવું પડશે. સાંજે 7 વાગે પછી રાજ્યમાં કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યું છે. જો કોઈ પણ વ્યક્તિ રસ્તા પર જોવા મળશે તો પોલીસ તાત્કાલિક તેની પર કાર્યવાહી કરશે.
તેલંગાણા સરકારે મંગળવારે આદેશ જાહેર કરીને ધોરણ 1થી 9 સુધી તમામ વિદ્યાર્થીઓને કોઈ પણ વાર્ષિક પરીક્ષા આપ્યા વગર જ આગળના ક્લાસમાં પ્રમોટ કરી દેવામાં આવ્યા છે. સરકારી આદેશમાં કહ્યું હતું કે, આ નિર્ણય મુખ્યમંત્રી તરફથી ધોરણ 9 સુધીન તમામ વિદ્યાર્થીઓને આગળના વર્ષમાં પ્રવેશ આપવાની જાહેરાત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Lockdown Update: દેશના કયા રાજ્યના મુખ્યમંત્રીએ 29 મે સુધી લોકડાઉન લંબાવી દીધું? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 May 2020 09:01 AM (IST)
આ રાજ્યમાં લોકડાઉને વધારીને 29 મે સુધી લંબાવી દેવામાં આવ્યું છે અને લોકોએ સાંજે 6 વાગ્યુ સુધી જરૂરિયાત વસ્તુઓની ખરીદી કરી લેવાની રહેશે અને તેમણે પોતાના ઘરે પહોંચી જવું પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -