મુનવ્વર રાણાએ કહ્યું, ‘એક તરફ સરકાર ત્રણ તલાકના કેસમાં કહે છે કે આ અમારી દીકરીઓ છે. બીજી બાજુ જ્યારે તે પોતાનો હક માગી રહી છે, પ્રદર્શન કરી રહી છે તો તેને ક્યારે ધાબળા આપવામાં નથી આવતા, ખાવાનું પણ લઈ લેવામાં આવે છે. બાળકો દૂધ માટે વલખા મારી રહ્યા છે.’ મુનવવ્વ રાણા આગળ કહે છે, ‘હું સરકારને ચેતવણી આપતા મારો એક શેર ફરીથી કવુ છું કે, ‘એક આંસુ ભી હુકૂમત કે લિએ ખતરા હૈ, તુમને દેખા નહીં આંખો કા સમંદર હોના’
જણાવીએ કે, સીએએ અને એનઆરસીના વિરોધમાં હુસૈનાબાદ સ્થિત ઘંટાઘર પર મહિલાઓનું પ્રદર્શન પાંચમા દિવસે પણ ચાલુ છે. ડીસીપી પશ્ચિમી વિકાસ ચંત્ર ત્રિપાઠીએ શહેરમાં કલમ 144 લાગુ થવા છતાં મહિલાઓના પ્રદર્શનને ગેરબંધારણીય ગણાવતા કહ્યું કે, અત્યાર સુધી ત્રણ એફઆઈઆર નોંધવામાં આવી છે જેમાં 24 ના છે અને અનેક અજ્ઞાત લોકો સામેલ છે. તેમાં મુનવ્વર રાણાની દીકરી સુમય્યા રાણા, ફૌજિયા રાણા પણ સામેલ છે. આ કેસમાં અત્યાર સુધી કુલ 159 લોકો પર એફઆઈઆર નોંધાઈ છે.