Delhi : દિલ્હીના મુંડકામાં લાગેલી ભયંકર આગની ઘટનામાં 27 લોકો મૃત્યુ પામ્યા અને ઘણા લોકો ઘાયલ પણ થયા. આ ઘટના બાદ દિલ્હી પોલીસ કંપનીના મલિક અને બિલ્ડીંગના માલિકને પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. દિલ્હી પોલીસે દિલ્હી પોલીસે કંપનીના માલિક હરીશ ગોયલ અને વરુણ ગોયલની અટકાયત કરી હતી. બિલ્ડિંગના માલિકની ઓળખ મનીષ લાકરા તરીકે થઈ હતી. તપાસ કરતા મામુલ પડ્યું હતું કે તે હાલમાં ફરાર છે. દિલ્હી પોલીસે વિવિધ સોર્સ દ્વારા મહીયત મેળવી દિલ્હી અને હરિયાણામાં વીવોઘ ઠેકાણે રેડ કરી આખરે બિલ્ડીંગના મલિક મનીષ લાકડાની ધરપકડ કરી છે.
આરોપીઓ વિરુદ્ધ આ કલમો હેઠળ નોંધાઈ ફરિયાદ
દિલ્હી પોલીસના આઉટર ડીસ્ટ્રીકટ DCP સમીર શર્માએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ ઘટનામાં આરોપીઓ વિરુદ્ધ IPC કલમ 304-સાપરાધ મનુષ્યવધ, 308-સાપરાધ મનુષ્યવધનો પ્રયાસ,120- ગૂનાહિત કાવતરાની સજા અને 34 અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે માલિક મનીષ લાકરા, તેની માતા અને પત્ની ઉપરાંત મિલકત ભાડે રાખનાર બે ભાઈઓ હરીશ અને વરુણ ગોયલ સામે કેસ નોંધ્યો છે. એફઆઈઆર અનુસાર ગોયલ બંધુઓએ તેમના કર્મચારીઓની સુરક્ષાનું ધ્યાન રાખ્યું ન હતું. પોલીસે બંનેની ધરપકડ કરી લીધી છે. કાર્યક્રમને કારણે ઘટના સમયે મોટાભાગના કર્મચારીઓ બીજા માળે હાજર હતા.
એફઆઈઆર મુજબ જે ઈમારતમાં આગ લાગી તે પાંચસો ચોરસ યાર્ડમાં બનેલી છે, જેમાં બેઝમેન્ટથી લઈને ચાર માળ સુધીનું બાંધકામ છે. તેના ઉપરના ભાગમાં રહેણાંક ફ્લેટ બનાવવામાં આવ્યો છે. આ ઇમારત મનીષ લાકડાની માલિકીની છે, જેના પિતા બલજીત લાકડાનું અવસાન થયું છે. આ બિલ્ડિંગમાં એક ભોંયરું છે. ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનો છે. જ્યારે પહેલાથી ત્રીજા માળે કોફી ઈમ્પેક્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીની ઓફિસ આવેલી છે. જેમાં સીસીટીવી કેમેરા, સિમ, રાઉટરના પાર્ટસનું એસેમ્બલિંગ કરીને ટ્રેડિંગ કરવામાં આવે છે. કંપનીના માલિકો પીતમપુરાના રહેવાસી હરીશ ગોયલ અને તેનો ભાઈ વરુણ ગોયલ છે. તેમના પિતાનું નામ અમરનાથ ગોયલ છે.
આ કંપનીમાં લગભગ 100 કર્મચારીઓ કામ કરે છે, જેમાંથી 50 મહિલાઓ છે. શુક્રવારે આ ઓફિસમાં કાર્યક્રમ હોવાથી તમામ કર્મચારીઓ બીજા માળે હાજર રહ્યા હતા. આગ લાગ્યા બાદ અંદર ફસાયેલા કેટલાક લોકો આગળની બાજુના કાચ તોડીને મુખ્ય માર્ગ પરથી બહાર કૂદી પડ્યા હતા. આગના કારણે બિલ્ડીંગમાં જ અનેક લોકો ફસાઈ ગયા હતા. બિલ્ડિંગમાં પ્રવેશવાનો એક જ રસ્તો હતો. તે પણ શેરીની બાજુમાં છે.