પોલીસને આપવામાં આવેલી ફરિયાદ અનુસાર, આલમે આરોપ લગાવ્યો છે કે, સદર બજાર માર્ગ પર ચાર અજાણ્યા લોકોએ તેને રોક્યો અને ટોપી પહેરવાને લઇને આપત્તી દર્શાવી. તેને જણાવ્યુ કે, આરોપીએએ તેને ધમકી આપી અને કહ્યું કે, આ વિસ્તારમાં આ પ્રકારની ટોપી પહેરવાની પરવાનગી નથી.
આલમે જણાવ્યુ કે તે લોકોએ મારી ટોપી ઉતારીને ફેંકી દીધી અને મને થપ્પડ મારી, સાથે તેમને ‘ભારત માતા કી જય’નો નારો લગાવવાનું કહ્યું. મેં તેમના આદેશનુ પાલન કર્યુ અને ‘ભારત માતા કી જય’નો નારો લગાવ્યો. પછી તેમને મને ‘જય શ્રીરામ’નો નારો લગાવવાનું કહ્યું, મેં ના પાડી તો મને લાકડીઓથી ફટકાર્યો. મારા પગે અને પીઠ પર ઇજા પહોંચી છે.