નવી દિલ્હી: નરેંદ્ર મોદી 30 મેના સાંજે 7 વાગ્યે પ્રધાનમંત્રી પદના શપથ લેશે. રાષ્ટ્રપતિ ભવન તરફથી આ સૂચના જાહેર કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ટ્વિટર એકાઉન્ટ પરથી જે સૂચના જાહેર કરાઈ તે મુજબ રાષ્ટ્રપતિ નરેંદ્ર મોદીને 30 મેના સાંજે 7 વાગ્યે શપથ લેવડાવશે. આ સમગ્ર કાર્યક્રમ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે. નરેંદ્ર મોદીની સાથે તેમના મંત્રીમંડળના સદસ્યો પણ શપથ લેશે.


શનિવારે નરેંદ્ર મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. આ પહેલા નરેંદ્ર મોદી ભાજપ સંસદીય દળની બેઠકમાં દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા, બાદમાં એનડીએન સંસદીયના દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.