નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં શનિવારે સિવિલ લાઇન્સ વિસ્તારમાં વડાપ્રધાન મોદીની ભત્રીજી સાથે સ્નેચિંગની ઘટના બની હતી. તેઓ પોતાના પિતા સાથે ઑટોમાં હતા. આ દરમિયાન સ્નેચર્સ તેમના હાથમાંથી પર્સ અને મોબાઈલ લૂંટીને ફરાર થઇ ગયા હતા. તેમના પર્સમાં 50 હજાર રૂપિયા રોકડ રકમ હતી. આ મામલો હાઈપ્રોફાઈલ હતો. જેના કારણે પોલીસે ગણતરીના સમયમાં જ બંન્ને લૂંટારાઓને ઝડપી પાડ્યા હતા. આ બન્નેનું નામ નોનુ અને બાદલ છે. જેઓની નબી કરીમ વિસ્તારની પોલીસે ધરપકડ કરી હતી.


પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદીની પુત્રી દમયંતી બહેનની પોલીસે શનિવારે ફરિયાદ નોંધી હતી. દમયંતીબેન જ્યારે અમૃતસરથી સવારે દિલ્હી પહોંચ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. દમયંતીબેના બેગમાં બે મોબાઇલ ફોન, આધાર કાર્ડ, લાઇસન્સ અને રોકડા રૂપિયા હતા. જે સમયે આ ઘટના બની તે સમયે ત્યા પ્રહલાદ મોદી, તેમની દીકરી દમયંતિ મોદી, તેમના પતિ અને પૌત્રી હતા.

દમયંતી બેન મોદી આજે સવારે જ પરિવાર સાથે અમૃતસર અને ધર્મશાળા ફરીને દિલ્હી આવ્યા હતા. તેમણે સિવિલ લાઇન્સમાં આવેલા ગુજરાતી સમાજ ભવનમાં એક રૂમ બુક કરાવ્યો હતો. સવારે સાત વાગ્યે લગભગ તેઓ ઓટો રિક્ષામાં જઇ રહ્યા હતા ત્યારે અચાનક બે બાઇક સવાર આવ્યા અને તેમનું પર્સ લઇને ભાગી ગયા હતા.
તેમણે કહ્યુ કે, હું પ્રવાસથી પાછી ફરી રહી હતી અને આગળ પણ યાત્રા કરવાની હતી. મારી પાસે હાલમાં કોઇ ડોક્યુમેન્ટ નથી. સોફ્ટ કોપી પણ નથી. કારણ કે તે
ફોનમાં હતી.