પાયલોટની કાર્યકુશળતા અને સુઝબુઝને કારણે મ્યાનમાર એરલાઈન્સની એક મોટી ફ્લાઈટનો દુર્ઘટનાથી બચાવ થયો હતો. વિમાનના લેન્ડિંગ ગિયરે અચાનક કામ કરવાનું બંધ કરી દીધું હતું. તેમ છતાં પાયલોટે પોતાની કુશળતાને બળે વિમાનને સુરક્ષિત લેન્ડિંગ કરાવીને મોટી દુર્ઘટના ટાળી હતી.
સ્થિતી એવી હતી કે વિમાનને ઉતરાણ કરવાનું હતું અને લેન્ડિંગ ગિયર કામ નહોતું કરતું તે ગિયરથી વિમાનના આગળના પૈડા(નોઝ) ખુલતા હોય છે. કુશળ પાયલોટે વિમાનના પાછલા પૈડાથી જ સફળ લેન્ડિંગ કરાવીને પ્રવાસીઓને બચાવ્યા હતાં. એર લાઈન્સ અધિકારીઓ પણ પાયલોટની કુશળતાની પ્રશંસા કરી હતી.
મ્યાનમાર નેશનલ એરલાઇન્સે નિવેદનમાં જણાવ્યું હતું કે, યંગૂનથી ફ્લાઈટ મંડાલે માટે રવાના થઈ હતી. મંડાલે એરપોર્ટ પર ઉતરાણ કરતી વખતે પાયલોટ લેન્ડિંગ ગિયરને આગળ તરફ નહોતા લાવી શકતા અને તે જામ થયું હતું. પાયલોટ કેપ્ટન મયાત મો આંગે એરપોર્ટ પાસે બે વાર લેન્ડિંગ કરવા પ્રયાસ કર્યો કે જેથી એર ટ્રાફિક કંટ્રોલ જોઈને ચેક કરી શકે કે લેન્ડિંગ ગિયરના પૈડા નીચેની તરફ ખુલ્યા કે નહીં.