Nana Patole Statement : મહારાષ્ટ્રમાં ફરી એકવાર અનામતનો મુદ્દો ગરમ થતો જોવા મળી રહ્યો છે. તેમની ભૂખ હડતાળ સમાપ્ત કર્યા પછી, મનોજ જરાંગે મહારાષ્ટ્ર સરકારને મરાઠા આરક્ષણ મુદ્દે મોટો નિર્ણય લેવા માટે બે મહિનાનો સમય આપ્યો હતો. થોડા દિવસો પહેલા અનામતના મુદ્દે જાલનામાં ઓબીસી નેતાઓની સામાન્ય સભા યોજાઈ હતી. આ બેઠકમાં છગન ભુજબળ, પંકજા મુંડે અને કોંગ્રેસના નેતા વડેટ્ટીવાર જેવા ઘણા મોટા ઓબીસી નેતાઓએ ભાગ લીધો હતો. જાલનામાં મળેલી સામાન્ય સભામાં પણ ભુજબળે જરાંગે પર નિશાન સાધ્યું હતું. આ બેઠકમાં MVA ગઠબંધનના કોંગ્રેસી નેતાની ભાગીદારી બાદ હવે કોંગ્રેસ તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે.






નાના પટોળેનું મોટું નિવેદન


નાના પટોળે તરફથી આ નિવેદન આવ્યું છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોળેએ વચન આપ્યું હતું કે જો મહારાષ્ટ્રમાં અમારી સરકાર આવશે તો અમે જાતિની વસ્તી ગણતરીના આધારે મરાઠા અનામત આપીશું.


અનામત પર મનોજ જરાંગે શું કહ્યું ?


સામાજિક કાર્યકર્તા મનોજ જરાંગે-પાટીલે સોમવારે મરાઠા આરક્ષણ માટેની તેમની માંગને પુનરાવર્તિત કરતા કહ્યું કે સમુદાય સરકારી નોકરીઓ અને શિક્ષણમાં તેનું ન્યાયી આરક્ષણ ઇચ્છે છે. જરાંગે મહારાષ્ટ્રના પુણે શહેરના ખરાડી વિસ્તારમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી, જેના ભાગરૂપે મરાઠાઓ સાથે વાતચીત કરવા અને અનામતના મુદ્દે જાગૃતિ લાવવા રાજ્યના કેટલાક ભાગોની મુલાકાત લીધી હતી. સામાજિક કાર્યકર્તાએ કહ્યું કે તેમને દસ્તાવેજોની ચકાસણી (સરકાર દ્વારા નિયુક્ત કમિટી દ્વારા) મળેલી માહિતી અનુસાર અત્યાર સુધીમાં 29 લાખ કેસ એવા મળી આવ્યા છે જ્યાં મરાઠાઓ સાથે સંબંધિત દસ્તાવેજોમાં "કુણબી"નો ઉલ્લેખ છે.


તેમણે કહ્યું, “જો આ હકીકત છે તો મરાઠા સમુદાય છેલ્લા 70 વર્ષથી આરક્ષણથી કેમ વંચિત હતો ? જો દસ્તાવેજોમાં મરાઠાઓનો કુણબી ઉલ્લેખ હોવાના પુરાવા છે, તો અમારે તે વ્યક્તિનું નામ જાણવાની જરૂર છે જેણે મરાઠાઓને આરક્ષણથી વંચિત રાખ્યા હતા.'' જરાંગેએ કહ્યું કે આ મુદ્દા પર સરકારને વધુ સમય આપવામાં આવશે નહીં. તેમણે કહ્યું, “અમે અમારું ન્યાયી અનામત ઇચ્છીએ છીએ અને અમે તેને હાંસલ કરીશું.” જાહેર સભા પહેલાં જરાંગેના સમર્થનમાં બાઇક રેલી કાઢવામાં આવી હતી.