ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં રાજકીય ખેંચતાણની વચ્ચે રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી અને રાત્રે રાષ્ટ્રપતિ શાસન લાગુ થઇ ગયુ હતુ. રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા બાદ બીજેપીએ સરકાર બનાવવા માટે ફરીથી મોરચો સંભાળી લીધો હતો, રાજ્યના રાજકારણમાં નારાયણ રાણેની એન્ટ્રી થતાં જ તેમને કહ્યું કે સરકાર બીજેપીની બનશે અને મને આ જવાબદારી સોંપવામાં આવી છે, અમે 145 ધારાસભ્યો લઇને આવીશું.
મહારાષ્ટ્રના પૂર્વ સીએમ નારાયણ રાણેએ કહ્યું કે, અમે બીજેપીની સરકાર બનાવવા માટે પુરેપુરી કોશિશ કરીશું, સરકાર બનાવવા માટે જે કરવુ પડશે તે કરીશું. રાણે શિવસેના પર હુમલો કરતાં કહ્યું કે, શિવસેનાએ ગઠબંધન ધર્મ ના નિભાવ્યો, અમને શિવસેનાએ સામ, દંડ, ભેદની રાજનીતિ શીખવાડી છે.
નારાયણ રાણેએ કહ્યું કે, અમે 145 ધારાસભ્યો લઇને આવીશું, તે ક્યાંથી આવશે તેના વિશે મને કોઇ જાણકારી નથી. તેમને કહ્યું કે, બીજેપી પાસે 105 ધારાસભ્યો છે અને 40 વધુ ધારાસભ્યોની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં નારાયણ રાણેની એન્ટ્રીથી પુત્ર નિતેશ રાણેએ ટ્વીટ કરીને કહ્યું કે હવે હવે આવશે મજા.....