મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ 19 દિવસના નાટકીય ઘટનાક્રમ પછી રાષ્ટ્રપતિ શાસન લાગી ગયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાનસની ભલામણને મંજૂરી આપી દીધી છે. આ પહેલા રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાજ્યની વર્તમાન સ્થિતિનો રિપોર્ટ કેન્દ્રને મોકલ્યો હતો. રિપોર્ટમાં કહ્યું હતું કે, બંધારણ મુજબ રાજ્યમાં સરકાર બની શકે તેમ નથી. જે બાદ તેમણે રિપોર્ટમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ કરી હતી. મોદી કેબિનેટે આ ભલામણને મંજૂરી આપી દીધી હતી, જે બાદ ગૃહમંત્રાલયે આ ફાઇલ રાષ્ટ્રપતિને મોકલી હતી. રાષ્ટ્રપતિએ રાજ્યમાં બંધારણની કલમ 356 અંતર્ગત રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યુ છે.


જે બાદ મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા પર નિરાશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યની જનતાએ સ્પષ્ટ બહુમત આપ્યો છે. તેમ છતાં રાજયમાં કોઇપણ પાર્ટીની સરકાર ન બનવી અને રાષ્ટ્રપતિ શાસન લગાવવું દુર્ભાગ્યપૂર્ણ છે.  રાજ્યમાં જલદી સ્થિર સરકાર બનશે તેવી આશા વ્યક્ત કરી હતી. જોકે તેમણે રાજ્યમાં કઈ પાર્ટીની સરકાર બનશે તે સ્પષ્ટ કર્યું નહોતું.


આ પહેલા ભાજપના નારાયણ રાણેએ કર્યો દાવો, ભાજપ સરકાર બનાવશે. હું ભાજપની સરકાર બનાવવા માટે પ્રયત્નશીલ છું. મહારાષ્ટ્રમાં અમે સરકાર બનાવીશું. સરકાર બનાવવા માટે જે કરવું પડશે, તે કરીશું. 145નો આંકડો લઈને અમે રાજયપાલ પાસે જઈશું.


બીજેપીના સીનિયર નેતા સુધીર મનગંટીવારને જ્યારે પૂછવામાં આવ્યું કે શું બીજેપી માટે શિવસેનાના રસ્તા બંધ થઈ ગયા છે. તેના પર કહ્યું કે, શિવસેના માટે અમારા રસ્તા હંમેશાથી ખુલ્તા હતા પરંતુ શિવસેનાએ કહ્યું કે દરવાજા બંધ થઈ ગયા છે.


રાજકોટમાં ભારે પવન સાથે પડ્યો કમોસમી વરસાદ, માર્કેટિંગ યાર્ડમાં પલળી ગયો કપાસનો જથ્થો

મહેબુબા મુફ્તી અને ભાજપ સરકાર બનાવી શકે તો અમે પણ બનાવી શકીએઃ ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રમાં ફરીથી ચૂંટણી નથી ઈચ્છતાઃ શરદ પવાર; કોંગ્રેસને સરકાર બનાવવાનું આમંત્રણ ન આપવું રાજ્યપાલની ભૂલ: અહમદ પટેલ

મહારાષ્ટ્રમાં લાગુ થયું રાષ્ટ્રપતિ શાસન, કેબિનેટની ભલામણ બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપી મંજૂરી