Narendra Modi 3.O Cabinet: નરેન્દ્ર મોદીએ રવિવારે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા. તેમની સાથે અનેક સાંસદોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. આમાંના ઘણા નેતાઓ એવા છે જેઓ મોદીના પ્રથમ અને બીજા કાર્યકાળ દરમિયાન પણ કેબિનેટમાં સામેલ થયા હતા. જ્યારે આ વખતે ઘણા એવા ચહેરા છે જેમનો પ્રથમ વખત સમાવેશ કરવામાં આવ્યો છે.


- શિવરાજ સિંહ ચૌહાણે પ્રથમ વખત કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. આ પહેલા તેઓ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. આ વખતે તેઓ મધ્યપ્રદેશના વિદિશાથી લોકસભા ચૂંટણી જીત્યા છે.


- મનોહર લાલ ખટ્ટરે પણ પહેલીવાર કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. તેઓ 9 વર્ષ સુધી હરિયાણાના મુખ્યમંત્રી હતા. ખટ્ટર હરિયાણાના કરનાલથી પહેલીવાર સાંસદ તરીકે ચૂંટાયા છે.


- એચડી કુમારસ્વામી- કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી છે. તે પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પુત્ર છે અને વોક્કાલિગા સમુદાયમાંથી આવે છે. ત્રીજી વખત લોકસભાના સાંસદ બન્યા છે. તેઓ એનડીએના સહયોગી જનતા દળ સેક્યુલરના નેતા છે.


- જેપી નડ્ડા ફરી એકવાર મોદી કેબિનેટમાં પરત ફર્યા છે. તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. 2014માં તેઓ મોદી સરકારમાં આરોગ્ય મંત્રી હતા. તેઓ હિમાચલ સરકારમાં કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે. જોકે, 2019ની મોદી કેબિનેટમાં તેમને સ્થાન મળ્યું નથી.


- લલન સિંહ એનડીએના સહયોગી જનતા દળ યુનાઈટેડના નેતા છે. તેઓ જેડીયુના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને નીતિશ કુમારના નજીકના માનવામાં આવે છે. તેઓ મુંગેરથી સાંસદ તરીકે ચૂંટાયા છે અને પ્રથમ વખત કેન્દ્રીય મંત્રી બન્યા છે.


- કે રામમોહન નાયડુ- આંધ્રપ્રદેશના શ્રીકાકુલમના સાંસદ, પૂર્વ મંત્રી યેરેન નાયડુના પુત્ર. આ વખતે તેઓ સૌથી યુવા કેબિનેટ મંત્રી છે. તેની ઉંમર 36 વર્ષની છે.


- જુઅલ ઓરામ ઓડિશાના સુંદરગઢથી સાંસદ તરીકે ચૂંટાયા છે. તેઓ અટલ બિહારી વાજપેયી સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. છઠ્ઠી વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. એક મોટા આદિવાસી ચહેરા તરીકે ઓળખાય છે.


- જીતન રામ માંઝી પહેલીવાર કેન્દ્રીય મંત્રી બન્યા છે. તે NDA ગઠબંધનના સહયોગી હિન્દુસ્તાની આવમ મોરચાના નેતા છે. તેઓ બિહારના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. દલિત સમુદાયમાંથી આવે છે અને પહેલીવાર સાંસદ બન્યા છે.


- ચિરાગ પાસવાન- બિહારના હાજીપુરથી સાંસદ છે.  રામવિલાસ એનડીએના સહયોગી લોક જનશક્તિ પાર્ટીના નેતા છે. પ્રથમ વખત કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા.


-સીઆર પાટીલ પ્રથમ વખત કેન્દ્રીય મંત્રી બન્યા છે. તેમની ઉંમર 59 વર્ષની છે. તેઓ ગુજરાત ભાજપના પ્રમુખ છે અને નવસારી બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. સતત ચોથી વખત ચૂંટણી જીતી. સૌથી મોટી જીતનો રેકોર્ડ 2019માં બન્યો હતો.


- પ્રતાપ રાવ જાધવે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા. જાધવ મહારાષ્ટ્રની બુલઢાણા સીટના સાંસદ છે અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. તેઓ ત્રીજી વખત લોકસભાની ચૂંટણી જીત્યા છે અને પ્રથમ વખત કેન્દ્રમાં મંત્રી બન્યા છે.


- જયંત ચૌધરી NDAની સહયોગી પાર્ટી રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ છે. તેઓ ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભાના સાંસદ છે અને પ્રથમ વખત કેન્દ્રમાં મંત્રી બનશે. તેઓ પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહના પૌત્ર છે.


-જિતિન પ્રસાદ ઉત્તર પ્રદેશની પીલીભીત બેઠક પરથી સાંસદ છે. 2021માં કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા. તેઓ મનમોહન સિંહ સરકારમાં મંત્રી પણ હતા. પહેલીવાર મોદી કેબિનેટમાં સામેલ થયા છે.


- રામનાથ ઠાકુર બિહારથી રાજ્યસભા સાંસદ છે. ભારત રત્ન કર્પૂરી ઠાકુરના પુત્ર છે. તે NDAના સહયોગી જનતા દળ યુનાઈટેડના નેતા છે અને અત્યંત પછાત વર્ગમાંથી આવે છે. પહેલીવાર કેન્દ્રમાં મંત્રી બન્યા છે.


- સોમન્ના કર્ણાટકની તુમકુર સીટથી સાંસદ છે. પહેલીવાર કેન્દ્રમાં મંત્રી બન્યા છે.


- સુરેશ ગોપી કેરળની ત્રિશૂર સીટથી સાંસદ છે. તેઓ કેરળના પ્રથમ બીજેપી સાંસદ છે. તે મલયાલમ ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા છે. પ્રથમ વખત મંત્રી બન્યા છે.


- પી ચંદ્રશેખર દેશના સૌથી અમીર સાંસદ છે. આંધ્રપ્રદેશના ગુંટુરથી પહેલીવાર લોકસભાની ચૂંટણી જીતી. તેઓ પ્રથમ વખત કેન્દ્રમાં મંત્રી બની રહ્યા છે.


-કીર્તિવર્ધન સિંહ ઉત્તર પ્રદેશના ગોંડાથી સાંસદ છે. પ્રથમ વખત મંત્રી બન્યા છે. તેઓ પાંચમી વખત સાંસદ છે. તેમને પૂર્વાંચલમાં ભાજપના મોટા નેતા માનવામાં આવે છે.


- અજય ટમ્ટા ઉત્તરાખંડના અલ્મોડાથી સાંસદ તરીકે ચૂંટાયા છે. પહેલીવાર કેન્દ્રમાં મંત્રી બન્યા છે.


-  સંજય કુમાર તેલંગણાના કરીમનગરથી સાંસદ છે. પ્રથમ વખત મંત્રી બન્યા છે. તેઓ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ છે અને તેલંગણા ભાજપના વડા રહી ચૂક્યા છે.


- કમલેશ પાસવાન ઉત્તર પ્રદેશના બાંસગાંવથી સાંસદ તરીકે ચૂંટાયા છે. તેઓ સતત ચોથી વખત ચૂંટણી જીત્યા છે અને પ્રથમ વખત મંત્રી બની રહ્યા છે.


- ભગીરથ ચૌધરી રાજસ્થાનના અજમેરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. તેઓ જાટ સમુદાયમાંથી આવે છે અને તેમને પ્રથમ વખત મંત્રી બનાવવામાં આવ્યા છે.


- સતીશ દુબે બિહારથી રાજ્યસભા સાંસદ છે. તેઓ 2014માં લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા અને તેમને પ્રથમ વખત કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવ્યા છે. 3 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.


- સંજય સેઠ પ્રથમ વખત મંત્રી બન્યા છે. તેઓ ઝારખંડના રાંચીથી સાંસદ છે. રાજકારણમાં આવતા પહેલા તેઓ ઉદ્યોગપતિ હતા અને સતત બીજી વખત ચૂંટણી જીત્યા છે.


- રવનીત બિટ્ટુ- હાલમાં કોઈ ગૃહના સભ્ય નથી. તે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બેઅંત સિંહના પૌત્ર છે અને ત્રણ વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે. ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાયા. તેઓ પહેલીવાર મોદી સરકારમાં મંત્રી બન્યા છે.


- દુર્ગાદાસ ઉઇકે- મધ્યપ્રદેશના બેતુલથી લોકસભા સાંસદ છે. આદિવાસી સમાજમાંથી આવે છે. પહેલીવાર કેન્દ્રમાં મંત્રી બન્યા.


- રક્ષા ખડસે- મહારાષ્ટ્રની રાવર સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. તે મહારાષ્ટ્રના અગ્રણી નેતા એકનાથ ખડસેની પુત્રી છે. પહેલીવાર કેન્દ્રમાં મંત્રી બન્યા.


- સુકાંત મજુમદાર- પશ્ચિમ બંગાળની બલુરઘાટ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. તેઓ પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ છે અને સતત બીજી વખત લોકસભા ચૂંટણી જીત્યા છે. પ્રથમ વખત મંત્રી બનાવવામાં આવ્યા છે.


- સાવિત્રી ઠાકુર- મધ્યપ્રદેશના ધારથી લોકસભા સાંસદ છે. તેઓ બીજી વખત ચૂંટણી જીત્યા છે અને આદિવાસી સમુદાયમાંથી આવે છે. જિલ્લા પંચાયતમાંથી રાજકારણની શરૂઆત કરી. હવે તેઓ પહેલીવાર મંત્રી બન્યા છે.


-તોખાન સાહુ પહેલીવાર કેન્દ્રમાં મંત્રી બન્યા છે. છત્તીસગઢના બિલાસપુરથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા છે.


-રાજભૂષણ નિષાદ બિહારના મુઝફ્ફરપુરથી સાંસદ છે. થોડા દિવસ પહેલા જ ભાજપમાં જોડાયા હતા. ઓબીસી સમુદાયમાંથી આવે છે તે પહેલીવાર કેન્દ્રમાં મંત્રી બન્યા છે.


- ભૂપતિ રાજુ શ્રીનિવાસ વર્મા આંધ્રપ્રદેશના નરસાપુરમથી સાંસદ છે. પહેલીવાર લોકસભાની ચૂંટણી જીતી. બૂથ કાર્યકરના પદ પરથી રાજકારણની શરૂઆત કરી. પ્રથમ વખત મંત્રી બનાવવામાં આવ્યા છે.


- હર્ષ મલ્હોત્રા- પૂર્વ દિલ્હીથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા છે. તેઓ પ્રથમ વખત સાંસદ બન્યા છે અને તેમને પ્રથમ વખત મંત્રી પરિષદમાં સ્થાન મળ્યું છે. તેમણે કાઉન્સિલર તરીકે રાજકારણની શરૂઆત કરી હતી અને પૂર્વ દિલ્હીના મેયર પણ હતા.


- નિમુબેન બાંભણિયા- ગુજરાતની ભાવનગર બેઠક પરથી જીત્યા. તેમને પ્રથમ વખત મંત્રી બનાવવામાં આવ્યા છે.


- મુરલીધર મોહોલ - મહારાષ્ટ્રના પુણેથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા છે. પુણેના મેયર રહી ચૂક્યા છે. પહેલીવાર ચૂંટણી જીત્યા છે અને મંત્રી બનાવવામાં આવ્યા છે.


- જ્યોર્જ કુરિયન- કોઈ ગૃહના સભ્ય નથી. તેઓ કેરળ ભાજપના મહાસચિવ છે અને ખ્રિસ્તી સમુદાયમાંથી આવે છે. લઘુમતી આયોગના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ.


- પબિત્રા માર્ગરિટા- આસામથી રાજ્યસભા સાંસદ. કેન્દ્રમાં પ્રથમ વખત મંત્રી બન્યા છે. સ્થાનિક ફિલ્મોમાં અભિનેતા રહી ચૂક્યા છે.