નવી દિલ્હી: કેંદ્રની મોદી સરકાર-2 નું એક વર્ષ પૂર્ણ થતા સોમવારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની પ્રથમ બેઠક મળી હતી. આ બેઠક બાદ કેંદ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે સરકાર આત્મનિર્ભર ભારત પર જોર આપી રહી છે. સંકટમાં ફસાયેલા એમએસએમઈની મદદ કરશું. તેમણે કહ્યું એમએસએમઈને પર્યાપ્ત ફંડ આપવામાં આવ્યું છે. ખેડૂતો અને મજૂરો માટે નિર્ણય લેવામાં આવ્યા છે. કેબિનેટે 14 ખરીફ પાક માટે ન્યૂનતમ સપોર્ટ ભાવને મંજૂરી આપી છે. ખેડૂતોને ઓછામાં ઓછા 50 થી 83 ટકા વધુ ભાવ મળશે.
ફુટપાથ દુકાનદારોને 10 હજાર રૂપિયાની લોન મળશે
50 લાખ રેકડી- પટરીવાળાને લાભ મળશે
3 લાખની લોનના વ્યાજમાં 2 ટકા છૂટ
અમલમાં આવેલા પાકના ન્યૂનતમ ટેકાના ભાવ
એમએસપી કરતા દોઢ ગણા વધારે ભાવ મળશે.
ખેડૂતોને દેણુ ચૂકવવા માટે હવે 31 ઓગષ્ઠ સુધીનો સમય
એમએસએમઈને 20 હજાર કરોડ રૂપિયાની લોન
એમએસએમઈની પરિભાષા બદલી ગઈ
એમએસએમઈમાં નોકરી આવશે
કૃષિ મંત્રીએ કહ્યું- દેશમાં પાકનું બમ્પર ઉત્પાદન
કૃષિ મંત્રી નરેંદ્ર સિંહ તોમરે કહ્યું કે દેશમાં પાકનું બમ્પર ઉત્પાદન થયું છે. અત્યાર સુધીમાં 360 લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદવામાં આવ્યા છે. 14 ખરીફ પાક માટે ન્યૂનતમ સપોર્ટ ભાવને મંજૂરી આપી છે. લોકડાઉનના કારણે ખેડૂતોને લોન ચૂકવવા 31 મે સુધીનો સમય આપ્યો હતો પરંતુ હવે તેને વધારીને 31 ઓગષ્ટ કરવામાં આવ્યો છે.
પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું એમએસએમઈથી 11 કરોડથી વધુ નોકરીઓ મળી છે. દેશમાં 6 કરોડ એમએસએમઈ છે. મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરને એક કરી દેવામાં આવ્યા છે. એમએસએમઈના નાના સેક્ટરમાં ટર્ન ઓવર પચાસ કરોડ રૂપિયા છે. એક્સપોર્ટના ટર્નઓવરને એમએસએમઈની લિમિટથી બહાર કરવામાં આવ્યું છે, જેનાથી બે લાખ એમએસએમઈને ફરી શરૂ કરવામાં ફાયદો મળશે.
મોદી સરકારનો નિર્ણય- ખેડૂતોને MSP કરતા દોઢ ગણી વધુ કિંમત મળશે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jun 2020 05:44 PM (IST)
કેંદ્રની મોદી સરકાર-2 નું એક વર્ષ પૂર્ણ થતા સોમવારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની પ્રથમ બેઠક મળી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -