નવી દિલ્હી: બે મહિનાની ગરમી બાદ દેશને હવે રાહત મળવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે ચોમાસાનું ભારતમાં આગમન થયું છે. વિભાગે જણાવ્યું કે કેરળના દક્ષિણ-પશ્ચિમી તટ પર ચોમાસાનું આગમન થયું છે. જલ્દીથી તે દેશના અન્ય રાજ્યોમાં પણ પહોંચશે.


ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે ઉત્તર ભારતમાં સામાન્યથી વધુ વરસાદ થઈ શકે છે જ્યારે મધ્ય ભારત અને દક્ષિણી પ્રાયદ્રીપમાં સામાન્ય વરસાદની શક્યતા છે.

ભારતીય હવામાન વિભાગે કહ્યું કે ભારતમાં 2020માં દક્ષિણ-પશ્ચિમ ચોમાસામાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. દેશમાં 96 ટકાથી 104 ટકા વરસાદની સંભાવના છે. IMDએ કહ્યું કે ભારતના પશ્ચિમી તટ પર કેટલાક દિવસોમાં સાયક્લોન જેવી સ્થિતિ બની શકે છે. તેના પર સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કાલ સુધીમાં સ્પષ્ટ જાણકારી સામે આવવાની આશા છે.



ભારતીય હવામાન વિભાગે કહ્યું બની શકે છે કે મહારાષ્ટ્ર સહિત કેટલી ક જગ્યાઓ પર જોરદાર વરસાદ થશે. કેરલથી ગજુરાત સુધી આગામી 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.



દક્ષિણ પશ્ચિમ તટ પર ચોમાસાનું આગમન થતા ચાર મહિના લાંબા વરસાદની સીઝન શરૂ થઈ ગઈ છે. આઈએમડીના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું , કેરળના દક્ષિણ-પશ્ચિમી તટ પર ચોમાસાનું આગમન થયું છે. ગરમીથી લોકોને રાહત મળશે.