નવી દિલ્હી: આંધ્ર પ્રદેશના નવ નિયુક્ત મુખ્યમંત્રી જગનમોગન રેડ્ડીએ આજે દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન જગનમોહન રેડ્ડીએ પીએમ મોદી સાથે આંધ્રપ્રદેશના અલગ-અલગ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિયાન જગને પીએમ મોદીને જીતની શુભેચ્છાઓ આપી હતી.


પીએમ મોદીએ આંધપ્રદેશના નવ નિયુક્ત મુખ્યમંત્રીને કેંદ્ર સરકાર તરફથી શક્ય હોય તે તમામ મદદ કરવાનો ભરોસો આપ્યો હતો. જગનમોહન રેડ્ડીએ કહ્યું આ ચૂંટણીમાં ભાજપને બહુમતી ન મળી હોત તો આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો પર જ અમારી પાર્ટી ભાજપને સમર્થન આપવા તૈયાર થાત.

વાઈએસઆર કૉંગ્રેસ ચીફ જગનમોહન રેડ્ડીએ કહ્યું, જો ભાજપ 250 બેઠકો પર જીત મેળવત તો રાજકીય દ્રશ્ય કંઈક અલગ હોત. આવી પરિસ્થિતિમાં અમારી પાર્ટી ભાજપને ત્યારે જ સમર્થન આપવા માટે તૈયાર હોય જો આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામા ભાજપ તૈયાર હોત.