નવી દિલ્હીઃ કોરોના વાયરસને લઈને સતત કંઈને કંઈક નવું જાણવા અને સાંભળવા મળતું રહે છે. આ બીમારી માત્ર સમયની સાથે પોતાનું સ્વરૂપ જ નથી બદલતી પરંતુ સાથે સાથે તેણે લોકોના મનમાં પણ એક મોટો ડર ઉભો કર્યો છે. તેનો લાભ લઈને લઈને કેટલા લોકો અફવા અને ભ્રમ ફેલાવતી વાતો સોશિયલ મીડિયા દ્વારા કરે છે અને જેનાથી સામાન્ય લોકોને નુકસાન થાય છે. એક આવો જ દાવો સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના રસી લઈ લીધી હોય તેવા લોકો માટે એનેસ્થેટિક્સ ઘાતક છે. જોકે આ દાવો કેટલો સાચો છે કે ખોટો તેને લઈને PIB Fact Checkએ પોતાના ટ્વીટર હેન્ડલ પર જણાવ્યું છે.


શું છે સોશિયલ મીડિયા પોસ્ટમાં


જણાવીએ કે, કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે રસી લઈ લીધી હોય તેવા લોકો માટે એનેસ્થેટિક્સ જીવલેણ સાબિત થઈ શકે છે, ભલે પછી તે લોકલ કે ડેન્ટિસ્ટ્ન્સના એનેસ્થેટિક્સ કેમ ન હોય. સ્પષ્ટ છે કે કોરોનાકાળમાં લાંબા સમય સુધી ઘરમાં બંધ લોકો આ પ્રકારના મેસેજ પર સાવચેત થઈ ગયા હશે. સોશિયલ મીડિયા પર આ મેસેજ વાયરલ થવા લાગ્યો ત્યાર બાદ પીઆઈબીની ફેક્ટ ચેક ટીમે આ દાવામાં સત્ય કેટલું છે તે તપાસ્યું. તેણે જુદા જુદા કારણ આપતા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ દાવાને ખોટો ગણાવ્યો છે.






હજુ સુધી કોઈ પુરાવા નથી


PIB Fact Check એ પોતિના ટ્વીટર હેન્ડલ પર લખ્યું છે, ‘સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોનાની રસી લઈ લીધી હોય તેવા લોકો માટે એનેસ્થેટિક્સ જીવલેણ સાબિત થઈ શકે છે. પીઆઈબી ફેક્ટ ચેકેને આ દાવાની સત્યતા તપાસ્યા બાદ ટ્વીટર પર લખ્યું કે, આ દાવો ખોટો છે. તેમણે લખ્યું કે, આ દાવીની પુષ્ટિ કરવા માટે આજ સુધી કોઈ વૈજ્ઞાનિક પુરાવા સામે આવ્યા નથી. સાથે જ પીઆઈબીએ લોકોને આવી અફવાથી બચવા અને રસી લેવા માટે અપીલ કરી છે.