National Herald Caseમાં EDએ સોનિયા ગાંધીની પૂછપરછ કરી, થરૂર, ગેહલોત, પાયલટની અટકાયત

કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આજે નેશનલ હેરાલ્ડ કેસમાં પૂછપરછ માટે ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ની ઓફિસ જશે

gujarati.abplive.com Last Updated: 21 Jul 2022 03:13 PM

બ્રેકગ્રાઉન્ડ

નવી દિલ્હીઃ કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આજે નેશનલ હેરાલ્ડ કેસમાં પૂછપરછ માટે ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ની ઓફિસ જશે. દરમિયાન કોંગ્રેસ પાર્ટી દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે. કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓ આ અંગે...More

આજની પૂછપરછ પૂર્ણ થઈ

મની લોન્ડરિંગ સાથે સંબંધિત 'નેશનલ હેરાલ્ડ' અખબારના સંદર્ભમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની આજે પૂછપરછ પૂરી થઈ ગઈ છે. કેન્દ્રીય એજન્સી ED તેમને સોમવારે ફરી પૂછપરછ માટે બોલાવી શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓએ આજે ​​લગભગ ત્રણ કલાક સુધી સોનિયા ગાંધીની પૂછપરછ કરી હતી.