પ્રયાગરાજ: સંગમ નગરી પ્રયાગરાજમાં હોકીના એક રાષ્ટ્રીય ખેલાડી ગરીબી અને લાચારીના કારણે ફૂટપાથ પર જિંદગી વિતાવા મજબૂર છે. ફ્લેટના EMI જમા ન કરી શકવાના કારણે ડેવલેમેન્ટ ઓથોરિટીએ તેમના સામાન બહાર ફેકીને ફ્લેટને સીલ કરી દીધો છે. આ પ્રતિભાશાળી ખેલાડી તેમને મળેલા મેડલ અને પ્રમાણપત્ર સાથે હાલ પરિવાર સાથે ફૂટપાથ દિવસો વિતાવી રહ્યો છે.
નેશનલ ટૂર્નામેન્ટમાં અનેક વખત ભાગ લેનાર હોકી ખેલાડી મોહમ્મદ તાલિબ હાલ ડેવલેમેન્ટ ઓથોરિટીના ધક્કા ખાઇ રહ્યો છે. હાથમાં પ્રમાણપત્ર અને ગળામાં મેડલ લટકાવીને તે ફૂટપાથ પર ગરીબી અને મજબૂરીના દિવસો વિતાવી રહ્યો છે. તેમની ઘરની ઘરવખરી પણ ફૂટપાથ પર પડેલી છે.
તાલિબે જે મેડલ અને સર્ટિફિકેટ, ટ્રોફી હોકીથી મેળવ્યાં છે. તે રોડ કિનારે ધૂળ ખાઇ રહ્યાં છે. લાચાર ખેલાડીએ પીએમ મોદી અને સીએમ યોગીને મદદ માટે અપીલ કરી છે. તાલિબે કહ્યું કે, ‘ખેલો ઇન્ડિયાના નારા લગાવનાર અને ગરીબોને મકાન આપનાર પીએમ મોદી મારી મુશ્કેલીને જરૂર સમજશે અને મદદ માટે આગળ આવશે’
12 વર્ષની ઉંમરથી રમે છે હોકી
તાલિબ માત્ર 12 વર્ષનો હતો ત્યારથી હોકી રમે છે. તે 2014થી અત્યાર સુધી યૂપી, પંજાબ, મધ્યપ્રદેશની સાથે રાષ્ટ્રીય સ્તરની ટૂર્નામેન્ટમાં પર્ફામ કરી ચૂક્યો છે. તે જૂનિયર અને સિનિયર ટૂર્નામેન્ટમાં પણ પર્ફોમ કરી ચૂક્યો છે. હાલ તે બંગાળ લીગમાં કસ્ટમની ટીમ તરફથી રમી રહ્યો છે. જો કે પરિવાર બેઘર થતાં તે ટૂર્નામેન્ટ છોડીને પ્રયાગરાજ પરત આવી ગયો છે અને હાલ તે પીએમ મોદી અને સીએમ યોગીને મદદ માટે અપીલ કરી રહ્યો છે.