One Year of Lockdown: દેશને જીવલેણ કોરોના વાયરસના પ્રકોપથી બચાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજથી એક વર્ષ પહલા રાત્રે 8 વાગે દેશમાં લોકડાઉનની જાહેરાત કરી હતી. તે સમયે દેશમાં કોરોનાના કહેરથી બધુ બંધ થઈ ગયું હતું. રેલ, વિમાન, કારખાના, દુકાનો, કંપનીઓ સહિત તમામ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી અને લોકો ઘરમાં કેદ થયા હતા. ધમધમતું ભારત થોડા દિવસો માટે પૂરી રીતે ઠપ થઈ ગયું હતું.
22 માર્ચે લગાવ્યો હતો જનતા કર્ફ્યૂ
આ પહેલા કોરોના વાયરસના પ્રકોપથી ભરતને બચાવવા પીએમ મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ હતું અને જનતાને 22 માર્ચે સવારે સાત વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી જનતા કર્ફ્યૂનું પાલન કરવા અપીલ કરી હતી. દેશના પીએમની આ વાત લોકોએ માની હતી અને બંધ રાખી સહકાર આપ્યો હતો.
ભારતમાં ક્યારે આવ્યો હતો કોરોનાનો પ્રથમ કેસ
ભારતમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ 30 જાન્યુઆરી,2020ના રોજ આવ્યો હતો. કેરળમાં ચીનના વુહાનથી આવેલી એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ દેશમાં દરરોજ કેસ વધવા લાગ્યા હતા. કોરોના વાયરસને લોકોની જીવનશૈલીમાં બદલાવ લાવ્યો છે.
એક વર્ષ પછી શું છે સ્થિતિ
એક વર્ષ બાદ ભલે દેશ લોકડાઉનથી મુક્ત થઈ ગયો હોય પણ હજુ કોરોનાનો ખતરો ટળ્યો નથી. ચાલુ મહિનાની શરૂઆતથી ફરી દેશમાં કોરોનાના કેસ વધવા લાગ્યા છે. હાલ દેશમાં સંક્રમણની બીજી લહેર છે અને તે ખતરનાક છે.
Gujarat Corona Cases: ગુજરાતમાં નોંધાતા કુલ કેસના 50 ટકા જેટલા કેસ આ બે શહેરોમાં જ, જાણો વિગત