જાણકારોનું માનવું છે કે ભારતનું વલણ 1999ની કારગીલ વોર પછી બદલાયું છે. પાકિસ્તાન દ્વારા એલઓસીના માનચિત્ર કોઈપણ પ્રકારના બદલાવની નાપાક કોશિશને ભારતીય સેનાએ 1999માં અસફળ કરી હતી. ત્તત્કાલિન અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિંટને પણ પાકિસ્તાનની આલોચના કરતા કહ્યું કે ખુનના મિશ્રીત હાથો પાસે બદલાવની અપેક્ષા ન હોવી જોઈએ. ભારત દ્વારા મળેલી હાર અને અમેરિકાના દબાણમાં પાકિસ્તાને એલઓસીના સમ્માનની વાત કરી હતી, પરંતુ હકિકતમાં પાકિસ્તાન ક્યારેક જ પોતાના વાયદાઓ નિભાવ્યા હશે.
ઉરી હુમલા બાદ ભારતે પણ નિર્ણય કર્યો છે કે પાકિસ્તાનને પાઠ ભણાવવાની જરૂર છે. ભારતીય સેનાએ 28-29 સપ્ટેમ્બરના રાતના પીઓકે માં સર્જિકલ સ્ટ્રાઈક બાદ સંદેશ આપ્યો કે હવે સંયમની સાથે-સાથે શક્તિ પ્રર્દશન પણ જરૂરી છે.