નવી દિલ્હીઃ પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઈક બાદ હવે સંસદ પર એક વખત ફરી હુમલાની ફિરાકમાં છે પાકિસ્તાની આતંકવાદીઓ. ગુપ્તચર દ્વારા મળેલ ઇનપોટ બાદ સંસદની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.
પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIને આતંકવાદીને સર્જિકલ સ્ટ્રાઈકનો બદલો લેવા માટે કહ્યું છે. ગુપ્તચર અહેવાલ અનુસાર આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સંસદ પર ફરી હુમલો કરવાનો પ્રયત્ન કરી શકે છે. જૈશના પ્રમુખ મસૂદ અઝહર હુમલાને પાર પાડવામાં લાગી ગયો છે.
ગુપ્તચર એજન્સી ISIએ ભારત સાથે બદલોલેવા માટે આતંકવાદીઓને કોઈપણ હદ સુધી જવા માટેના આદેશ આપ્યા છે.
તમને જણાવીએકે, વર્ષ 2001માં ભારતીય સંસદ પર આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલો જૈશ-એ-મોહમ્મદે કર્યો હતો, જેમાં અફઝલ ગુરુ પણ સામેલ હતો અને તેને ફાંસીને માચડે ચડાવી દેવામાં આવ્યો.