National News: પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં એક સાધુઓના ગ્રુપને ફટકારવાનો મામલો સામે આવ્યો છે. ભાજપે આ દાવો કર્યો છે. ભાજપે આ ઘટનાને પાલઘર જેવી ગણાવી છે. સાધુઓ પરના હુમલા પર પ્રતિક્રિયા આપતા, ભારતીય જનતા પાર્ટી (BJP) એ શાસક તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની ટીકા કરી.


 બીજેપી નેતા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વીડિયો શેર કરતા લખ્યું કે હવે બંગાળમાં પાલઘર જેવી ઘટના સામે આવી છે. મકરસંક્રાંતિ માટે ગંગાસાગર જઈ રહેલા એક સાધુને ટીએમસી કાર્યકરોએ માર માર્યો હતો.સાથે જ બંગાળના સીએમ પર નિશાન સાધતા તેમણે લખ્યું કે શાહજહાં શેખ જેવા આતંકવાદીઓને મમતા બેનર્જીના શાસનમાં સુરક્ષા મળે છે. બંગાળમાં સાધુઓની ખુલ્લેઆમ હત્યા કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં હિન્દુ હોવું એ ગુનો છે.






જોકે બંગાળથી વાયરલ થઈ રહેલો વીડિયો ક્યારનો અને કયા દિવસનો છે તેની પુષ્ટિ થઈ શકી નથી. આ દરમિયાન બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મજૂમદારે પણ હુમલાને લઈ મમતા બેનર્જી સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું, પુરલિયાની ચોંકાવનારી ઘટના. ગંગાસાગર જઈ રહેલા સાધુઓને ટીએમસી સાથે જોડાયેલા ગુંડાઓએ નિર્વસ્ત્ર કરીને ફટકાર્યા, જે પાલઘર જેવી ઘટના છે. તેમણે મમતા બેનર્જીને ટેગ કરીને લખ્યું, શાહજહાં જેવા આતંકવાદીને રાજ્યમાં સંરક્ષણ મળે છે, જ્યારે સાધુઓને હિંસાનો સામનો કરવો પડે છે. પશ્ચિમ બંગાળમાં હિન્દુ હોવો અપરાધ છે. બીજેપી સાંસગ લોકેટ ચેચર્જીએ કહ્યું, તેઓ પુરુલિયા ઘટનાથી નારાજ છે. બંગાળમાં હિન્દુઓ માટે એક ગંભીર વાસ્તવિકતા. બંગાળ બચાવો.


2020 પાલઘર લિંચિંગ


16 એપ્રિલ, 2020 ના રોજ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ગડચિંચલે ગામમાં એક ટોળાએ બે હિન્દુ સાધુઓ અને તેમના ડ્રાઇવરને માર માર્યો હતો. દેશવ્યાપી કોરોનાવાયરસ લોકડાઉન દરમિયાન આ વિસ્તારમાં ચોરો કામ કરી રહ્યા હોવાની WhatsApp અફવાઓ પર વિશ્વાસ કરીને ટોળાએ સાધુઓની કાર પર હુમલો કર્યો હતો. સાધુઓ અને તેમના ડ્રાઇવરને ચોર સમજીને ટોળાએ માર માર્યો હતો. લિંચિંગના સંબંધમાં 100 થી વધુ ગ્રામજનોની ધરપકડ કરવામાં આવી હતી.