Navjot Singh Sidhu Loses : આજે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા છે, પાંચ રાજ્યોમાંથી એકમાત્ર રાજ્ય પંજાબની ખુબ ચર્ચા થઇ રહી છે, કેમ કે અહીં ક્રિકેટરમાંથી રાજનેતા બનેલી નવજોત સિંહ સિદ્ધુ ચૂંટણી લડી રહ્યાં હતા, જોકે, આ ચૂંટણીમાં તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ પંજાબમાં સત્તાધારી પાર્ટી ફેંકાઇ ગઇ છે, અને પહેલીવાર આમ આદમી પાર્ટી સત્તામાં આવી છે. લોકો આ હારને લઇને નવજોત સિંહ સિદ્ધુની સોશ્યલ મીડિયા પર મજાક ઉડાવવા લાગ્યા છે. જુદાજુદા મીમ્સ શેર થઇ રહ્યાં છે. 


નવજોત સિંહ સિદ્ધુ અને અર્ચના પૂરન સિંહ, બન્ને કૉમેડિયન કપિલ શર્મા શૉમાં સ્પેશ્યલ જજ રહી ચૂક્યા છે. હવે આ ટૉપિકને લઇને લોકો કહી રહ્યાં છે સિદ્ધુની હાર થતાં જજ તરીકે હવે અર્ચના પૂરન સિંહની ખુરશી ખતરામાં પડી જશે. કેમ કે સિદ્ધુ હવે રાજકારણ છોડીને ફરીથી કૉમેડિયન શૉના જજ તરીકે વાપસી કરી શકે છે. આવા ફની મીમ્સ ટ્વીટર પર ખુબ વાયરલ થઇ રહ્યાં છે. જુઓ......  


ટ્વીટર યૂઝર્સને કહેવુ છે કે અર્ચના પૂરન સિંહ માટે આ મુશ્કેલ અને પરેશાનીનો સમય છે, કેમ કે તેમની કપિલ શર્મા શૉની ખુરશી છીનવાઇ જવાની છે. યૂઝર્સનુ કહેવુ છે કે ચૂંટણી હાર્યા બાદ ધ કપિલ શર્મા શૉમાં સિદ્ધુ વાપસી કરશે. તેમનુ રાજકારણ હવે ખતમ થઇ ગયુ છે. જુઓ.......