નવી દિલ્લી: કોંગ્રેસ તરફથી નવજોત સિંહ સિદ્ધૂને પંજાબ વિધાનસભા ચૂંટણી જીત્યા પછી ડેપ્યુટી સીએ બનાવવાની ઑફર આપી છે. કોંગ્રેસે બીજેપીના પૂર્વ નેતા અને હવે આવાજ-એ-પંજાબ નામથી પાર્ટી બનાવનાર સિદ્ધૂને કોઈપણ સંજોગોમાં પોતાની સાથે જોડવાની કોશિશમાં આ ઑફર આપી છે. કોંગ્રેસ સિદ્ધૂની પાર્ટીને 13 વિધાનસભાની સીટ પણ આપી શકે છે. પરંતુ સિદ્ધૂ આ ઑફર સ્વીકાર કરશે કે નહીં, જે આવનારો સમય પર નિર્ભર છે. પૂર્વ સીએમ અને કોંગ્રેસ નેતા અમરિંદર સિંહ આ ઑફરથી ખુશ જણાઈ રહ્યા નથી. પરંતુ તેમના મતે આવાજ-એ-પંજાબને કોંગ્રેસમાં વિલય કરી દેવામાં આવે. પંજાબ ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ પોતાના બનતા દરેક પ્રયત્નો કરી રહ્યું છે. પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધૂ સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યું કે કોંગ્રેસે સિદ્ધૂને જણાવ્યું છે કે જો પંજાબમાં ચૂંટણી જીત્યા તો નંબર-2નું પદ આપવા માંગે છે. કોંગ્રેસના સૂત્રોએ આ વાતની સ્પષ્ટતા કરી છે.