Navratri 2021: પ્રિયંકા ગાંધી પણ કરી રહી છે નવરાત્રિનું વ્રત, કોંગ્રેસ આપી જાણકારી

Navatri 2021: નવરાત્રિના નવ દિવસોમાં મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની વિધિવત પૂજા કરવામાં આવે છે. તેના ભક્તો પણ માતા રાણીને પ્રસન્ન કરવા ઉપવાસ કરે છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 07 Oct 2021 11:40 AM
પ્રિયંકા ગાંધી કરી રહી છે નવરાત્રિનું વ્રત

પ્રિયંકા ગાંધી પણ આ વખતે નવરાત્રિનું વ્રત કરી રહી છે. આ અંગે પ્રિયંકા ગાંધીએ હજુ સુધી કોઈ જાણકારી આપી નથી, કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, પ્રિયંકા ગાંધી નવરાત્રિનું વ્રત કરી રહી છે.





આંધ્રપ્રદેશ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પો. નવરાત્રિમાં 4000 સ્પેશિયલ બસ દોડાવશે

આંધ્રપ્રદેશ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડાયરેક્ટર તિરુમાલા રાવના જણાવ્યા મુજબ. અમે નવરાત્રિમાં 4000 સ્પેશિયલ બસો દોડાવીશું. પ્રી દશેરામાં 1800 અને દશેરા બાદ 2200 બસ દોડાવાશું. જેથી કરીને શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ પડશે નહીં.

નવરાત્રિમાં નહીં પડે વરસાદ

નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. આ વખતે શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી હોવાથી ખેલૈયાઓ મન મૂકીને રમવાના મૂડમાં છે. જોકે, આ વખતે વરસાદ મજા ન બગાડે તો સારું એવું ખેલૈયાઓ કહી રહ્યા છે, ત્યારે ખેલૈયાઓ માટે હવામાન વિભાગ તરફથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, ચોમાસુ વિદાયની તરફ કૂચ કરી રહ્યું છે. ઉત્તર ભારત અને ભુજ પરથી ચોમાસની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર -દક્ષિણ ગુજરાતના અમુક જગ્યા પર સામાન્ય વરસાદી સંભાવના છે. જોકે, નવરાત્રિ માટે સારા સમાચાર છે. ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારમાં વરસાદ નહિ પડે.

કર્ણાટકમાં દુર્ગાપૂજાને લઈ બહાર પાડવામાં આવેલું જાહેરનામું

ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે પણ આપી નવરાત્રિની શુભકામના

હિમાચલના કાંગરામાં માતા બ્રજેશ્વરી મંદિરમાં કોવિડ ગાઈડલાઇન સાથે ભક્તોને પ્રવેશ

મોદીએ આપી શુભકામના

પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું, દેવી દુર્ગાની આરાધનાના પવિત્ર તહેવાર શારદીય નવરાત્રિનો આજથી પ્રારંભ થયો છે. દેશભરમાં નવરાત્રિ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ શુભ પ્રસંગે દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું છે કે આ નવરાત્રી દરેકના જીવનમાં શક્તિ, સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લાવે છે.





એક નોરતું ઓછું

નવરાત્રિ આજથી શરૂ થશે અને 14 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. આ વર્ષે નવરાત્રિ તૃતીયા અને ચતુર્થી તિથિ એક સાથે પડવાને કારણે આઠ દિવસ પડી રહી છે. દશેરાનો તહેવાર એટલે કે વિજયાદશમી 15 ઓક્ટોબરે ઉજવવામાં આવશે.

બ્રેકગ્રાઉન્ડ

Navratri 2021:  મા દુર્ગાની આરાધનાનો પવિત્ર તહેવાર નવરાત્રિ આજથી શરૂ થઈ ગઈ છે. વર્ષમાં બે વાર નવરાત્રિ આવે છે. એકવાર ચૈત્ર નવરાત્રિ અને બીજી શારદીય નવરાત્રિ. નવરાત્રિના નવ દિવસોમાં મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની વિધિવત પૂજા કરવામાં આવે છે. તેના ભક્તો પણ માતા રાણીને પ્રસન્ન કરવા ઉપવાસ કરે છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.