નૌસેનાના પ્રવક્તા કમાન્ડર વિવેક મધવાલે કહ્યું કે, મિગ-29K ટ્રેનર વિમાનના એન્જિનમાં આગ લાગી ગઇ હતી. પાયલટ કેપ્ટન એમ શોકખંડ અને લેફ્ટિનન્ટ કમાન્ડર દીપક યાદવ સુરક્ષિત બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. મધવાલે કહ્યું કે, મિગ 29 ટ્રેનર વિમાન અશોરથી ઉડાણ ભરી હતી. આ વચ્ચે પક્ષી ટકરાવાના કારણે એન્જિનમાં આગ લાગી ગઇ હતી. આ દુર્ઘટનામાં કોઇનું મોત થયાના સમાચાર નથી.
નોંધનીય છે કે સપ્ટેમ્બરમાં જ રાજસ્થાનના બીકાનેરમાં એરફોર્સનું મિગ-21 વિમાન ક્રેશ થયું હતું. ફાઇટર પ્લેનમાંથી બંન્ને પાયલટ સુરક્ષિત નીકળવામાં સફળ રહ્યા હતા.