Chhattisgarh News: છત્તીસગઢના સુકમા જિલ્લામાં મોટો નક્સલી હુમલો થયો છે. જેમાં DRG ના 3 જવાન શહીદ થઇ ગયા છે. જ્યારે 2 જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સુકમા જિલ્લા હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. શનિવારે સવારે નક્સલીઓએ સુકમા જિલ્લાના ઘોર નક્સલ પ્રભાવિત વિસ્તારમાંજગરગુંડા અને કન્દેડની વચ્ચે પેટ્રૉલિંગ કરતી જવાનોની ટીમ પર હુમલો કર્યો હતો. 


જવાનો પર આ દરમિયાન નક્સલીઓએ તાબડતોડ ફાયરિંગ કર્યુ હતુ, જોકે, બાદમાં જવાનોએ મોરચો સંભાળી લીધો અને જોરદાર જવાબ આપ્યો હતો. પરંતુ આ દરમિયાન નક્સલી સામે લડતા લડતા DRG ના 3 જવાનોને ગોળી વાગી ગઇ હતી, અને ઘટનાસ્થળ પર જ તેઓનો મોત થઇ ગયુ હતુ, વળી, આ હુમલામાં 2 જવાનો ગોળી વાગવાથી ઘાયલ થયા હતા. જેને હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. 


ઘટના સ્થળ પર મોકલવામાં આવી બેકઅપ ટીમ - 
બતાવવામાં આવી રહ્યુ છે કે, નક્સલીઓની સાથે જવાનોની રોકાઇ રોકાઇને ફાયરિંગ થઇ રહ્યુ છે. ઘટનાસ્થળ પર જગરગુન્ડા કેમ્પમાથી જવાનોની બેકઅપ ટીમ પણ મોકલવામાં આવી છે. શહીદ જવાનોમાં DRGના એએસઆઇ રામૂરામ નાગ, પ્રધાન આરક્ષક કુંજામ જોગા અને આરક્ષક વંજન ભીમાની શહીદી સામેલ છે. 


સુકમા એસપી સુનીલ વર્માએ બતાવ્યુ કે, જવાબી કાર્યવાહીમાં નક્સલીઓને ભારે નુકશાન પહોંચ્યુ છે. આ અથડામણમાં કેટલીય નક્સલીઓ ઠાર મરાયા છે. જોકે, તેની બૉડી રિક્વર નથી થઇ શકી. ઘટનાસ્થલ પર જવાનો તરફથી બીજી વધુ ટીમ મોકલવામાં આવી છે.  


સાથે જ ઘાયલોને જિલ્લા હૉસ્પીટલમાં પહોંચાડવામાં આવી રહ્યાં છે. જ્યાંથી તેમની સારી રીતે સારવાર થઇ શકે. હાલમાં જગલદપુર કે રાયપુર હેલીકૉપ્ટર મારફતે તેમને રિફર કરવામાં આવી રહ્યાં છે. ઘટના બાદ સતત વિસ્તારમાં સર્ચિંગ વધારી દેવામાં આવ્યુ છે, અને પોલીસની બેકઅપ ટીમને રવાના કરવામાં આવી છે અને આસપાસ પેટ્રૉલિંગ વધારી દેવામાં આવ્યુ છે. 


 


Naxalite attack: છત્તીસગઢ-ઓડિશા બોર્ડર પર નક્સલી હુમલો, 3 જવાનો શહીદ


Crime News: છત્તીસગઢ-ઓડિશા બોર્ડર પર નૌપાડામાં CRPF રોડ ઓપનિંગ પાર્ટી પર નક્સલી હુમલો કરવામાં આવ્યો છે, જેમાં 3 જવાન શહીદ થયા છે. આ હુમલો CRPF 19 બટાલિયનની ROP પાર્ટી પર કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલામાં 3 જવાન શહીદ થયા છે અને અનેક જવાન ઘાયલ થયા છે.


મળતી માહિતી મુજબ, મંગળવારે બપોરે લગભગ 2.30 વાગે સીઆરપીએફની ટીમ ઓરિસ્સાના નૌપાડા જિલ્લામાં રોડ નિર્માણનું કામ કરી રહેલા લોકોને સુરક્ષા આપવા માટે નીકળી હતી. પરંતુ સંતાઈને બેઠેલા નક્સલવાદીઓએ અચાનક સીઆરપીએફની ટીમ પર હુમલો કર્યો હતો.