બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ક્રૂઝ ડ્રગ્સ કેસમાં મોટી રાહત મળી છે. આ કેસમાં એનડીપીએસ કોર્ટે આર્યન ખાનને ક્લીનચીટ આપી છે. આર્યન ખાનને ક્લીનચીટ મળ્યા બાદ જ્યારે મીડિયાએ સમીર વાનખેડેને સવાલ કર્યો તો તેમણે આ મામલે કાંઇ પણ નિવેદન આપ્યું નહોતું. બાદમાં સમીર વાનખેડેએ કહ્યું કે-'માફ કરજો. મારે કંઈ કહેવું નથી. હું NCBમાં નથી. NCB અધિકારીઓ સાથે વાત કરો.


ઉલ્લેખનીય છે કે આર્યન ખાનને કોર્ટમાંથી ક્લીનચીટ મળી છે. નાર્કોટિક કંટ્રોલ બ્યુરો (NCB) એ શુક્રવારે એનડીપીએસ કોર્ટમાં આર્યન ખાન વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી હતી. ચાર્જશીટમાં આર્યન ખાનનું નામ સામેલ નથી. ડ્રગ્સના કેસમાં આર્યન સામે કોઈ પુરાવા મળ્યા નથી.


ક્રુઝ ડ્રગ્સ કેસમાં મુનમુન ધમેચા અને અરબાઝ મર્ચન્ટને ચાર્ટશીટમાં ક્લીનચીટ મળી નથી. બંનેનો ડ્રગ્સ કેસમાં આરોપી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 6 લોકો સામે કોઈ પુરાવા મળ્યા નથી. જેમની સામે પુરાવા મળ્યા નથી તેમાં આર્યન ખાન સિવાય સાહુ, આનંદ, સુનીલ સેહ, અરોરાનો સમાવેશ થાય છે. બાકીના 14 લોકો સામે ક્રુઝ ડ્રગ્સનો કેસ નોંધવામાં આવ્યો છે. તેઓને ક્લીનચીટ મળી નથી. આ 14 લોકો સામે કેસ ચલાવવામાં આવશે.






ઉલ્લેખનીય છે કે 2 ઓક્ટોબરે NCB દ્વારા ક્રૂઝ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં આર્યન ખાન સહિત કુલ 19 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તમામ આરોપીઓ અલગ-અલગ સમયે જામીન પર બહાર આવ્યા હતા. એક આરોપી હાલ જેલમાં છે. આ કેસમાં આર્યન ખાનને ત્રણ અઠવાડિયાથી વધુ સમય જેલમાં રહેવું પડ્યું હતું.