મુંબઈઃ રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (NCP)એ એક ક્રાંતિકારી ફેંસલો લીધો છે. એનસીપી એલજીબીટી સેલની રચના કરનારી ભારતની પ્રથમ રાજકીય પાર્ટી બની ગઈ છે. મહારાષ્ટ્ર એનસીપીના અધ્યક્ષ જયંત પાટિલ અને સાંસદ સુપ્રિયા સુલેએ મુંબઈમાં સોમવારે એલજીબીટી સેલની શરૂઆત કરાવી હતી.

સુપ્રિયા સુલેએ કહ્યું, અમને લાગ્યું કે એલજીબીટી સમુદાયને સમાન અધિકારોની જરૂર છે. તેથી અમે તેમના માટે એક અલગ સેલ બનાવ્યો છે. એનસીપી પાસે વિવિધ સમુદાયો માટે અનેક સેલ છે.

એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટિલે કહ્યું, પાર્ટીના વિવિધ સેલની જેમ એલજીબીટીનો પણ એક સેલ બનાવવામાં આવ્યો છે. એક નવા સેલની શરૂઆત કરવામાં આવી છે.



કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ