નવી દિલ્હીઃ ચીની સાથે લદ્દાખમાં સીમા તણાવ ચાલી રહ્યો છે. આ તણાવની વચ્ચે ભારતીય વાયુસેના પ્રમુખ આરએસકે ભદોરિયાએ ચીનને ચેતાણવી આપી છે. વાયુસેના પ્રમુખે કહ્યું કે, ચીનના પડકારને પહોંચી વળવા અમે સારી સ્થિતિમાં છીએ.

એર ચીફ માર્શલ ભદોરિયાએ લદ્દાખમાં ગતિરોધને લઇને કહ્યું કે, ચીન સામે ટક્કર આપવા વાયુસેનાની તૈયારીઓ પુરતી છે, અને તમામ વિસ્તારોમાં તૈનાતી કરવામાં આવી છે. સીમા પર ચીનની તૈયારીઓને લઇને વાયુસેના પ્રમુખે કહ્યું કે દુશ્મનને ઓછો આંકવાનો કોઇ સવાલ જ નથી પરંતુ શાંત રહો, કોઇપણ જાતના પડકારને પહોંચી વળવા માટે વાયુસેના સક્ષમ છે.

તાજેતરમાંજ વાયુસેનાએ ઔપચારિક રીતે સામેલ કરવામાં આવેલા રાફેલ લડાકૂ વિમાન વિશે એરચીફ માર્શલે કહ્યું કે, આની તૈનાતીથી વાયુસેનાની તાકાત વધી છે. તેમને કહ્યું અમે બે મોરચા પર યુદ્ધ સહિત કોઇપણ સંઘર્ષ માટે તૈયાર છીએ.



8 ઓક્ટોબરે છે વાયુસેના દિવસ
આ વર્ષે 8 ઓક્ટોબરે વાયુસેનાની 88મી વર્ષગાંઠ મનાવવામાં આવશે, ગાઝિયાબાદમાં હન્ડન એરબેઝ પર વાર્ષિક પરેડમાં વિભિન્ન વિમાનોને પ્રદર્શિત કરવામાં આવશે. વર્ષ 1932માં ભારતીય વાયુસેનાની સ્થાપનાના ઉપલક્ષ્યમાં વાયુસેના દિવસ મનાવવામાં આવે છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ