મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ પક્ષો પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે.  આ દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-શરદ પવાર (NCP-SP) એ પણ તેના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. એનસીપી-એસપીની ત્રીજી યાદીમાં 9 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. શરદ પવાર જૂથ વતી ઉમેદવારોની  બે યાદી બહાર પાડવામાં આવી છે. આ રીતે, એસસીપી શરદ પવાર જૂથે ત્રણ યાદી દ્વારા 76 બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે.






આ 9 ઉમેદવારોના નામ જાહેર કર્યાં


1. કરંજા - જ્ઞાયક પટણી
2. હિંગણઘાટ - અતુલ વાંદિલે
3. હિંગણા - રમેશ બંગ
4. અણુશક્તિનગર - ફહાદ અહમદ
5. ચિંચવડ - રાહુલ કલાટે
6. ભોસારી - અજિત ગવ્હાણે
7. માઝલગાવ- મોહન બાજીરાવ જગતાપ
8. પરલી - રાજેસાહેબ દેશમુખ
9. માહોલ - સિદ્ધ રમેશ કદમ 



એનસીપી-શરદ પવાર જૂથે અભિનેત્રી સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહમદને પણ ઉમેદવાર બનાવ્યા છે. ફહાદ અહમદે સમાજવાદી પાર્ટી છોડી દીધી છે અને આજે એનસીપીમાં જોડાયા છે. એનસીપીના નેતા જયંત પાટિલે કહ્યું કે ફહાદ અહમદ પાર્ટીમાં જોડાયા. 


શરદ પવાર જૂથની એનસીપીએ અત્યાર સુધીમાં ત્રણ યાદીમાં 76 ઉમેદવારોની જાહેરાત કરી છે. ઉમેદવારોની નવી યાદીની જાહેરાત કરતા એનસીપી (એસપી) મહારાષ્ટ્ર યુનિટના પ્રમુખ જયંત પાટિલે જણાવ્યું હતું કે ઉમેદવારોની જીતની સંભાવનાના આધારે નિર્ણય લેવામાં આવી રહ્યા છે. 


મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 ક્યારે છે ?


મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો પર 20 નવેમ્બરે એક તબક્કામાં મતદાન અને ત્યારબાદ 23 નવેમ્બરે મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. હાલમાં, મહાયુત ગઠબંધન (એટલે ​​કે ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી) સત્તામાં છે. આ વખતે મહાવિકાસ આઘાડી (કોંગ્રેસ, શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે અને એનસીપી શરદચંદ્ર પવાર) પણ સત્તાની કમાન ફરીથી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આ વખતે જનતા ક્યાં ગઠબંધન પર ભરોસો વ્યક્ત કરે છે.     


મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો પર 20 નવેમ્બરે એક તબક્કામાં મતદાન અને ત્યારબાદ 23 નવેમ્બરે મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે.  


મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી નહીં લડે AAP, કેજરીવાલ MVA ઉમેદવારો માટે કરશે પ્રચાર