કાલે યોજાશે NDA સંસદીય દળની બેઠક, PM મોદીને પસંદ કરવામાં આવશે દળના નેતા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 May 2019 04:30 PM (IST)
કાલે એનડીએ સંસદીય દળની બેઠક યોજાશે. સાંજે 5 વાગ્યા સંસદના સેન્ટ્રલ હોલમાં આ બેઠક મળશે. આ બેઠકમાં પ્રધાનમંત્રી મોદીને સંસદીય દળના નેતા પસંદ કરવામાં આવશે.
નવી દિલ્હી: દેશની 542 બેઠકોના પરિણામ આવી ગયા છે અને એનડીએ ગઠબંધનને 352 બેઠકો પર જીત મળી છે. બહુમતનો આંકડો 272 બેઠકોનો છે જે ભાજપે એકલા હાથે પાર કર્યો છે. ભાજપે એકલા હાથે 303 બેઠકો પર જીત મેળવી છે. કાલે એનડીએ સંસદીય દળની બેઠક યોજાશે. સાંજે 5 વાગ્યા સંસદના સેન્ટ્રલ હોલમાં આ બેઠક મળશે. આ બેઠકમાં પ્રધાનમંત્રી મોદીને સંસદીય દળના નેતા પસંદ કરવામાં આવશે. 25 મેના ભારતીય જનતા પાર્ટીના જીતેલા તમામ સંસદ સભ્યોને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. ભાજપને 542 બેઠકોમાંથી 303 બેઠકો પર જીત મેળવી છે.