મેડિકલમાં પ્રવેશ માટે NEET ની બીજા તબક્કાની પરીક્ષા પૂર્ણ
abpasmita.in | 24 Jul 2016 03:16 AM (IST)
અમદાવાદ: ચાલુ વર્ષે મેડિકલ માટે પ્રવેશ માટે ખુબ જ ચર્ચામાં રહેલી એવી નીટની બીજા તબક્કાની પરીક્ષા યોજાશે. દેશભરમાંથી અંદાજીત 4 લાખ તથા રાજ્યભરમાંથી અંદાજીત 10 હજાર જેટલા MBBS અને ડેન્ટલમાં પ્રવેશ માટે આ પરીક્ષા આપશે. અગાઉ સુપ્રીમ કોર્ટે નીટને ચાલુ વર્ષથી જ અમલ કરવાનો હુકમ કરતા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો હરકતમાં આવી હતી અને નીટને આ વર્ષે નાબુદ કરવા માટેની કવાયત હાથ ધરી હતી. જોકે કેન્દ્ર સરકારે આ વર્ષે વિદ્યાર્થીઓને નીટમાંથી મુક્તિ આપતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ આજની બીજા તબક્કાની પરીક્ષા પણ મહત્વની બની રહશે કારણ કે જે વિદ્યાર્થીઓ અન્ય રાજ્યની પ્રતિષ્છિત કોલેજમાં પ્રવેશ મેળવવો હશે તેને આ પરીક્ષા થકી જ પ્રવેશ મળી શકશે, કારણ કે મેનેજમેન્કેટ ક્વોટા અને ઓવર ઓલ ઇન્ડિયા ક્વોટાની બઠકો નીટથી જ ભરાશે. અગાઉ પહેલા તબક્કાની પરીક્ષા પહેલી મેના રોજ યોજાઇ હતી.