NEET UG Paper Leak: ગંગાધરની પત્નીએ એબીપી ન્યૂઝ સાથે વાત કરતાં કહ્યું, "પતિને 25 જૂનની સવારે 9.30 વાગ્યે હિરાસતમાં લેવામાં આવ્યા છે. ત્યારબાદ મારી તેમની સાથે વાત થઈ શકી નથી." તેમણે આગળ કહ્યું કે મને ખબર નથી કે હાલમાં મારા પતિ ક્યાં છે. તેઓ હીરો કંપનીમાં કામદાર તરીકે કામ કરે છે. મને આખા કેસ વિશે કંઈ ખબર નથી.


આરોપ છે કે ગંગાધર બિહારના કેટલાક લોકોના સંપર્કમાં હતો અને તેણે પેપર લીક કરાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. સીબીઆઈએ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના નિર્દેશ પર પાંચ મેના રોજ યોજાયેલી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ-યુજીમાં કથિત અનિયમિતતાઓના સંબંધમાં એક એફઆઈઆર નોંધી હતી.


ત્યારબાદથી કેસની તપાસ કેન્દ્રીય તપાસ એજન્સી કરી રહી છે. તાજેતરમાં બિહારના પટનાની એક કોર્ટે કેસના બે આરોપીઓ બલદેવ કુમાર ઉર્ફે ચિંટુ અને મુકેશ કુમારને સીબીઆઈની હિરાસતમાં મોકલી દીધા હતા.