NEET PG Reservations 2022: સુપ્રીમ કોર્ટએ આજે NEET PG કાઉન્સિલિંગ પર આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે તાત્કાલિક કાઉન્સિલિંગ શરૂ કરવાની સાથે 27% OBC અને 10% 10% અનામતને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રએ 27% OBC અને 10% આર્થિક નબળા વર્ગને અનામતને યોગ્ય ગણાવાત કાઉન્સિલિંગ શરૂ કરવાની મંજૂરી માગી હતી. જ્યારે અરજદારે નવી અનામત નીતિ પર સ્ટે આપવાની માગ કરી છે.


સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમારી સમક્ષ એવી દલીલ કરવામાં આવી હતી કે આ વર્ષથી લાગુ કરાયેલી અનામત નીતિ ગેરબંધારણીય છે. અમે EWS મર્યાદા 8 લાખ રૂપિયા રાખવા પર જવાબ માંગ્યો હતો. ઓક્ટોબરમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. કેન્દ્રએ 25 ઓક્ટોબરે કાઉન્સેલિંગ બંધ કરી દીધું હતું. 28 ઓક્ટોબરે કહ્યું હતું કે દિવાળી પછી સુનાવણી હાથ ધરવી જોઈએ. 25 નવેમ્બરે પોલિસીની સમીક્ષા કરવાની વાત કરી અને એક મહિનાનો સમય માંગ્યો.





અમે OBC અનામતને મંજૂરી આપીએ છીએઃ સુપ્રીમ કોર્ટ


સુપ્રીમ કોર્ટે કહ્યું, "હવે કહેવામાં આવ્યું છે કે સમિતિએ આ વર્ષે પણ આ જ સિસ્ટમ રાખવાની ભલામણ કરી છે. અમે બધી બાજુ સાંભળી છે. આ મામલે વિગતવાર વચગાળાનો આદેશ જરૂરી છે. EWS ના સ્કેલ નક્કી કરવામાં થોડો સમય લાગશે. અમે OBC અનામત માટે મંજૂરી આપી રહ્યા છીએ. કોર્ટે કહ્યું કે તાત્કાલિક કાઉન્સેલિંગ શરૂ કરવાની જરૂર છે, તેથી 10 ટકા EWS આરક્ષણ હોવું જોઈએ. માર્ચના ત્રીજા સપ્તાહમાં પાંડે કમિટીની ભલામણ (8 લાખ)ની માન્યતા અંગે સુનાવણી થશે.”