નવી દિલ્હીઃ ભારત આવવા પર હવે આંતરરાષ્ટ્રીય મુસાફરોએ આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ બતાવવો ફરજિયાત છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આજે આ જાહેરાત કરી હતી.  કોરોનાના કારણે લગાવવામાં આવેલી ઘરેલુ ઉડાણો પરના નિયંત્રણો 18 ઓક્ટોબરથી હટાવી લેવામાં આવ્યા હતા. આ આદેશ બાદ દેશમાં ઘરેલુ ઉડાણોમાં 100 ટકા મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. આ અગાઉ 85 ટકા ક્ષમતા સાથે વિમાનો ઉડાણ ભરી રહ્યા હતા.


નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે એરપોર્ટ અને વિમાનમાં અગાઉની જેમ જ કોરોના ગાઇડલાઇનનું  પાલન કરવામાં આવશે. સફર દરમિયાન કોરોનાના નિયમોનું પાલન કરવાનું પણ કહેવામાં આવ્યું છે.


નોંધનીય છે કે કોરોનાના કારણે 23 માર્ચ 2020થી ઇન્ટરનેશનલ ઉડાણો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો પરંતુ મે 2020થી વંદે ભારત મિશન હેઠળ વિશેષ ઇન્ટરનેશનલ ઉડાણો ચાલુ રખાઇ હતી. તે સિવાય પસંદગીના દેશો સાથે દ્ધિપક્ષીય એર બબલ વ્યવસ્થા હેઠળ જૂલાઇ 2020થી ઉડાણો ભરવામાં આવતી હતી.


ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટરની ધરપકડ


ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન માઈકલ સ્લેટરની બુધવારે ઘરેલુ હિંસાના આરોપમાં સિડનીમાં ધરપકડ કરવામાં આવી હતી. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર સ્લેટરની ગયા સપ્તાહે કથિત ઘટનાના સંદર્ભમાં ધરપકડ કરવામાં આવી છે.ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે પુષ્ટિ કરી છે કે તેઓએ સિડનીના ઉત્તર કિનારેથી 51 વર્ષીય વ્યક્તિની અટકાયત કરી છે. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 12 ઓક્ટોબર, 2021 ના ​​રોજ મંગળવારે કથિત રીતે ઘરેલુ હિંસાની ઘટનાનો અહેવાલ મળ્યા બાદ, પૂર્વીય ઉપનગરીય પોલીસ એરિયા કમાન્ડ સાથે જોડાયેલા અધિકારીઓએ ગઈકાલે તપાસ શરૂ કરી હતી.


Aryan Khan Bail News: આર્યન ખાનને ન મળી રાહત, કોર્ટે ફગાવી જામીન અરજી


4 જિલ્લાના જ ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરતાં અન્ય ખેડૂતો નારાજ, કિસાન સંઘે પણ સહાય પર ઉઠાવ્યા સવાલ


India Corona Cases: દેશમાં નોંધાયેલા કુલ કેસમાંથી 50 ટકાથી વધુ કેરળમાં, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો