નવી દિલ્હી: નેપાળના ડ્રગ રેગ્યુલેટરની અથોરિટીએ શનિવારે ભારત બાયોટેકની ‘કોવેક્સીન’ને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. તેની સાથે જ, તે સ્વદેશી વિકસિત કરવામાં આવેલી કોવિડ-19 વેક્સીનને મંજૂરી આપનાર ત્રીજો દેશ બની ગયો છે. કાઠમાંડુ પોસ્ટની રિપોર્ટ અનુસાર, ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના ડ્રગ એડવાઈઝરી કમિટીની બેઠકમાં નિર્ણય બાદ ભારતમાં તેયાર કરવામાં આવેલી સ્વદેશી કોવેક્સીનને ઈમરજન્સી મંજૂરી આપવામાં આવી છે.
ભારતમાં ત્રીજા તબક્કાના ટ્રાયલ દરમિયાન કોવેક્સિન 81 ટકા અસકાર સાબિત થઈ હતી અને જાન્યુઆરીમાં તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ઝિમ્બાબ્વેએ આ મહિનાની શરૂઆતમાં રસીના ઉપયોગની મંજૂરી આપી હતી.
ભારત બાયોટેકે 13 જાન્યુઆરીએ નેપાળમાં કોવેક્સિનની ઈમરજન્સી મંજૂરી માંગી હતી. 13 જાન્યુઆરીએ કરવામાં આવેલી ત્રણ અરજીઓમાંથી નેપાળે 15 જાન્યુઆરીએ સૌથી મોટી ઓક્સફોર્ડ-એસ્ટ્રેજેનિકાની રસીનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી.
નેપાળે આ પહેલા સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા વિકસિત કોવિશિલ્ડ અને ચીનની સિનોફાર્મ રસીને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. જાન્યુઆરીમાં ભારતથી સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરાયેલ કોવિડ રસીના 10 મિલિયન ડોઝ મળ્યા બાદ નેપાળમાં રસીકરણ અભિયાન શરૂ કરાયું હતું. નેપાળે રાહત દરે કોવિશિલ્ડ રસીના વધુ દસ લાખ રસીના ડોઝ લીધા છે.
ભારતમાં સિક્કિમ અને કેરળ રસીકરણની રેસમાં સૌથી આગળ
કોરોના વાયરસના ખતરાનો સામનો કરવા માટે દેશભરમાં રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. કોરોના રસીકરણની રેસમાં ઉત્તર-પૂર્વ રાજ્ય સિક્કિમ બીજી રાજ્યથી આગળ છે. સરકારી રસીકરણ ડેટા પ્રમાણે શુક્રવાર સવાર સુધીમાં સિક્કિમે પોતાની 69 લાખ લોકોની જનસંખ્યામાંથી 7 ટકા લોકોને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ આપીને વેક્સીનેટ કર્યા છે.
સિક્કિમ બાદ બીજી નંબર પર કેરળ અને ત્રીજા નંબર પર ગોવા છે. કેરળે પોતાની 4.84 ટકા જનસંખ્યા અને ગોવાએ 4.48 ટકા જનસંખઅયાને કોવિડ-19 રસીનો ઓછામાં ઓછો એક ડોઝ આપ્યો છે. કેરળે હાલમાં જ સંક્રમણના સૌથી વધીરે સામનો કર્યો છે. કેરળે અત્યાર સુધી પોતાના 3.57 કરોડ જનસંખ્યામાંથી 17.27 લાખ લોકોને રસી આપી છે, જયારે ગોવામાં લગભગ 71 હજાલ લોકોને રસી આપવામાં આવી છે.