દિશાનિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે સરહદના જિલ્લામાં ઓછામાં ઓછા 5 પેટ્રોલ પંપની રોજ તપાસ થાય અને ત્યાં જોવામાં આવે કે ક્રૂડની કાળાબજારી તો નથી થઈ રહી ને. ભારત તરફ જતા વાહનોની તપાસની વાત પણ તેમાં કહેવામાં આવી છે.
જણાવીએ કે, કોરોનાને કારણે ભારત નેપાળ સરહદ પર વાહનોનાની અવરજ જવર પર પ્રતિબંધિત છે. માત્ર જરૂરી વસ્તુઓની અવરજવર માટે માન્ય ડોક્યુમેન્ટ સાથે ટ્રકને સરહાદને પેલે પાર અવરજવરની મંજૂરી છે.
ભારતમાં જ્યારથી પેટ્રોલ ડીઝળની કિંમતમાં વધારો થયો છો ત્યારથી એવા અહેવાલ હતા કે નેપાળથી કાળાબજારી કરીને ભારતમાં પેટ્રોલ ડીઝલ વેચવામાં આવે છે. જે ટ્રક ભારતથી જરૂરી વસ્તુ લઈને નેપાળ જઈ રહ્યા છે તે પોતાની ટાંકી ખાલી કરીને નેપાળ જાય છે અને ફુલ કરાવીને પરત ફરે છે. ઉપરાંત બાઈકવાળા પણ આવું કરી રહ્યા છે. આ અહેવાલને પગલે જ હવે નેપાળે કડક નિયમ લાદ્યા છે.
જણાવી કે, નેપાળમાં ભારીતય કરન્સી પ્રમાણે પેટ્રોલ 70.31 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 59.69 રૂપિયા પ્રતિ લિટર છે. ભારતના એક રૂપિયા નેપાળના એક રૂપિયા 60 પૈસા બરાબર હોય છે.