હવામાંથી ફાયર થતી બ્રહ્મોસ સુપસોનિક ક્રુઝ મિસાઈલનું નવું વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે. આ નવા વર્ઝન પહેલાં બનાવેલું બ્રહ્મોસ મિસાઈલનું વર્ઝન 300 કિમી સુધીની રેન્જમાં રહેલા ટાર્ગેટ સુધી પહોંચી શકતી હતી. જ્યારે હવે આ રેન્જ વધારી દેવામાં આવી છે. આ મિસાઈલને સુખોઈ-30MKI વિમાનથી છોડવામાં આવતી હતી. 


ભારતે નિર્માણ કરેલી બ્રહ્મોસ સુપસોનિક ક્રુઝ મિસાઈલની આ નવા વર્ઝનની મિસાઈલ હવે 800 કિલોમીટર દુર રહેલા ટાર્ગેટને પણ પાડી શકે છે. ન્યુઝ એજન્સી ANIને એક સૂત્રએ આપેલી જાણકારી પ્રમાણે, બ્રહ્મોસ મિસાઈલની રેન્જ આ પહેલાં જ વધારી દેવામાં આવી છે જેમાં હવામાં વધુ ઉંચાઈથી આ મિસાઈલને છોડી શકાય તેવી ટેક્નોલોજી ડેવલપ કરરવામાં આવી છે. સાથે જ હવે, બ્રહ્મોસ મિસાઈલ 800 કિલોમીટર દુર સુધી જઈને ટાર્ગેટ પર પ્રહાર કરશે. 






થોડા દિવસ પહેલાં જ ઈન્ડિયન એર ફોર્સના યુનિટ દ્વારા કમાન્ડ એર સ્ટાફ ઈન્સપેક્શન દરમ્યાન એક ટેક્નીકલ ભુલના કારણે બ્રહ્મોસ મિસાઈલ ખોટી રીતે ફાયર થઈ હતી. આ અંગે ભારત સરકારે સમગ્ર ઘટનાની તપાસ કરવા માટે આદેશ આપ્યા છે. સારી વાત એ છે કે, પાકિસ્તાનમાં ગયેલી આ મિસાઈલથી કોઈ જાનહાની નથી થઈ અને મિસાઈલમાં કોઈ દારુગોળો ભરેલો નહોતો. 


એક સૂત્રએ આપેલી જાણકારી પ્રમાણે, બ્રહ્મોસ મિસાઈલની ઉપર જવાની ક્ષમતા તેને કયાંથી છોડવામાં આવે છે અને તેનો ટાર્ગેટ ક્યાં છે તેના પર નિર્ભર કરે છે. દાખલા તરીકે, જો બ્રહ્મોસ મિસાઈલને કોઈ યુદ્ધ જહાજ પરથી છોડવામાં આવે છે તો પહેલાં આકાશ તરફ ગતી કરશે પછી દરિયા પર સમાંતર ગતિ કરીને ટાર્ગેટ સુધી પહોંચે છે. સાથે જ જ્યારે બ્રહ્મોસ મિસાઈલને જમીન પરથી છોડવામાં આવે છે ત્યારે મિસાઈલ અમુક ફુટ સુધી ઉપર જાય છે પછી ટાર્ગેટના અંતર પ્રમાણે વિવિધ સ્તર પર મિસાઈલ જાય છે.