Corona new Variant :કોરોના વાયરસના ડેલ્ટા સ્વરૂપનો કહેર સમગ્ર દુનિયાએ મહેસૂસ કર્યો હતો. હવે એક નવો સ્ટ્રેન સામે આવ્યો છે. જેમાં ચિંતાજનક મુદ્દો એ છે કે, આ વેરિયન્ટ સામે કોરોનાની રસી પણ બેઅસર છે.
દક્ષિણ આક્રિકામાં કોરોનાનો નવો વેરિયન્ટ સામે આવ્યો છે. એક અધ્યયન મુજબ આ નવો વેરિયન્ટ પહેલાના વેરિયન્ટ કરતા ઘણો સંક્રામક હોવાનો દાવો થઇ રહ્યો છે. જેના કારણે વર્તમાન રસી પર તેના પર બેઅસર સાબિત થઇ શકે છે. કોરોનાના આ વેરિયન્ટને C 1.2 નામ અપાયું છે. જે દક્ષિણ આફ્રિકા સહિત અન્ય દેશોમાં પણ જોવા મળી રહ્યો છે.
દક્ષિણ આફ્રિકાએ નેશનલ ઇન્સ્ટીટયૂટ ફોન કમ્યુનિકેબલ ડિસીઝસના વૈજ્ઞાનિકઓ ક્વાજુલુ નટાલ રિસર્ચ ઇનોવેશન એન્ડ સિક્વેસિંગ પ્લેટફ્રોમને લઇને કહ્યું છે કે, કોરોના વાયરસનો આ નવો વેરિયન્ટ પહેલીવાર દેશમાં આ વર્ષે મેમાં સામે આવ્યો હતો.
નવા વેરિયન્ટ C .1.2ના લક્ષણો
શોધકર્તાનું કહેવું છે કે, હજું આ નવો વેરિયન્ટ છે. તેથી તેના વિષે જાણવા માટે વધુ અધ્યયની જરૂર છે. તેથી હજું એ સ્પષ્ટ ન કહી શકાય કે, આ વેરિયન્ટથી સંક્રમિત લોકોમાં ક્યાં લક્ષણો જોવા મળે છે. જો કે અત્યાર સુધી કોરોનાના નવા વેરિયન્ટ C .1.2 પર થયેલા અભ્યાસ પરથી એટલું કહી શકાય કે, નાકમાંથી ચીકણું પ્રવાહી નીકળવું,. સતત ઉધરસ આવવી, ગળામાં દુખાવો થવો, ગંધ અને સ્વાદની કમી, તાવ, માંસપેશીઓમાં દુખાવો,આંખના રંગમાં બદલાવ.આ સાથે ડાયરિયાની પણ સમસ્યા થઇ શકે છે. કોરોનાનો નવો વેરિયન્ટ સી-1.2 ફેફસાને કેવી રીતે પ્રભાવિત કરે છે. તેના પર અભ્યાસ કરવો હજુ બાકી છે.
દેશમાં કોરોનાની શું છે સ્થિતિ?
ભારતમાં પાંચ દિવસ બાદ 40 હજારથી ઓછા કેસ નોંધાયા છે. મોતનો આંકડો પણ ઘટ્યો છે. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 30,941 નવા કોરોના કેસ નોંધાયા છે અને 350 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 24 કલાકમાં 36,275 લોકો કોરોનાથી ઠીક થયા છે. એટલે કે ગઈકાલ કરતાં 5684 એક્ટિવ કેસ ઘટ્યા છે.
દેશમાં છેલ્લા પાંચ દિવસથી રોજન 40 હજારથી વધારે કેસ નોંધાતા હતા. બુધવારે 46,164, ગુરુવારે 44,658, શુક્રવારે 46,759, શનિવારે 45,083 અને સોમવારે 42,909 કોરોના કેસ નોંધાયા હતા.