બેંગલુરુઃ કર્ણાટકના બેંગલુરુમાં મધરાતે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાતે 1.45 કલાક આસપાસ લકઝુરિયસ ઓડી કાર વીજળીના થાંભલા સાથે અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ઓડીમાં સવાર તમામ લોકોના મોત થયા હતા. મૃતકોમાં ડીએમકેના ધારાસભ્યના પુત્ર અને પુત્રવધુ પણ હતા.


ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે અડુગોડી પોલીસ સ્ટેશન મુજબ કોરમંગલા વિસ્તારમાં કાર દુર્ઘટનામાં સાત લોકોના મોત થયા છે. જેમાં તમિલનાડુના રાજકીય પક્ષ ડીએમકેના હોસુરના ધારાસભ્ય વાય પ્રકાશના પુત્ર કરૂણા સાગર અને પુત્રવધુ બિંદુ પણ સામેલ છે. આ કપલ ઓડી કારમાં આવતું હતું ત્યારે વીજળીના થાંભલા સાથે અથડાતાં મોતને ભેટ્યા હતા. વાય પ્રકાશ તમિલનાડુના સીએમની નજીક માનવામાં આવે છે.


જાણકારી મુજબ બેંગલુરુના કોરામંગલામાં આ દુર્ઘટના મધરાતે 1.45 કલાક આસપાસ બની હતી. ઓડી ક્યૂ3 કાર ફૂલ સ્પીડમાં હતી અને ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર 6 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.


અકસ્માતમાં ઘાયલ એક વ્યક્તિનું સારવારમાં લઈ જતી વખતે રસ્તામાં મોત થયું હતું. દુર્ઘટનામાં ત્રણ મહિલા અને ચાર પુરુષોના મોત થયા હતા. અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મૃતકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.


હાલ અડુગુડી પોલીસે કેસ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ડ્રાઇવર નશામાં હતો કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. કારણકે અકસ્માત વખતે રોડ પૂરી રીતે ખાલી હતો. ઓવર સ્પીડમાં ગાડી ચલાવવાના કારણે આ ઘટના બની હોવાનું માનવામાં આવી રહી છે.




ભારતમાં પાંચ દિવસ બાદ 40 હજારથી ઓછા કેસ નોંધાયા છે. મોતનો આંકડો પણ ઘટ્યો છે. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 30,941 નવા કોરોના કેસ નોંધાયા છે અને 350 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 24 કલાકમાં 36,275 લોકો કોરોનાથી ઠીક થયા છે. એટલે કે ગઈકાલ કરતાં 5684 એક્ટિવ કેસ ઘટ્યા છે. દેશમાં છેલ્લા પાંચ દિવસથી રોજન 40 હજારથી વધારે કેસ નોંધાતા હતા. બુધવારે 46,164, ગુરુવારે 44,658, શુક્રવારે 46,759, શનિવારે 45,083 અને સોમવારે 42,909 કોરોના કેસ નોંધાયા હતા.