નવી દિલ્હીઃ સરકારે ITR ભરવાની તારીખને લંબાવી છે, તારીખને એક મહિનો લંબાવીને 31 ઓગસ્ટ કરી દેવામાં આવી છે. આ નિર્ણયથી લોકોને ITR ભરવામાં રાહત મળી છે કેમકે ઇન્કમ ટેક્સ રિટર્સ ફાઇલ કરવામાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો.

ખાસ કરીને એકસાથે અનેક લોકો ઇન્ટરનેટ પરથી ITR ભરી રહ્યાં હતા, જેના કારણે ઇ-ફાઇલિંગ કરવામાં મુશ્કેલી પડતી હતી. આમ તો આ પ્રૉસેસ ખુબ ઝડપી અને સરળ છે પણ એકસાથે અનેક યૂઝર્સ આવવાથી લૉડીંગ પ્રૉસસ વધી જતી હતી.



પહેલા ઇન્કમ ટેક્સ ફાઇલ કરવાની છેલ્લી 31 જુલાઇ આપવામાં આવી હતી, સરકારે આને લંબાવીને હવે 31 ઓગસ્ટ કરી દીધી છે. જે લોકો માટે રાહતના સમાચાર છે.