નવી દિલ્હીઃ પીએમ મોદીને બાળકો પ્રત્યેની લાગણી કોઈથી છૂપાયેલી નથી. પીએમ મોદીએ મંગળવારે ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક બાળક સાથેની તસવીર શેર કરી છે. આ તસવીરમાં પીએ મોદી તેની સાથે રમતા જોવા મળી રહ્યા છે. આ તસવીર સાથે કેપ્શનમાં લખ્યું છે કે- એક ઘણો ખાસ દોસ્ત આજે મને મળવા સંસદમાં આવ્યો.



ઉજ્જૈનથી રાજ્યસભા સાંસદ સત્યનારાયણ જટિયા પ્રધાનમંત્રી મોદીને મળવા પહોંચ્યા હતા. તેમની સાથે તેમનો પરિવાર પણ હતો. જેમાં એક નાની બેબી પણ હતી. મોદીએ તેને જોતા જ તેડી લીધી હતી. તેમણે નાના મહેમાનને ઉછાળી-ઉછાળી રમાડી હતી.

પીએમ સાથે બેબી ઘણી ખુશ જોવા મળી હતી. પીએમે તેના માટે ચોકલેટ પણ મંગાવી હતી, જે ટેબલ પર જોવા મળી શકે છે. સાંસદ સત્યનારાયણ જટિયાની સાડા આઠ મહિનાની પૌત્રી છે. જેનું નામ રુદ્રાક્ષી છે. પીએમ મોદી સાથે ફોટો પણ ખેંચાવ્યો હતો.



નોંધનીય છે કે, પીએમ મોદીએ એક વખત કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડોના પરિવાર સાથે પણ તસવીર શેર કરી હતી. આ તસવીરમાં પીએમ મોદી એક બાળકના કાન પકડતા જોવા મળી રહ્યા હતા.