નવી દિલ્લી: જ્યાં એક બાજુ દિલ્લી સરકાર પંજાબ ચૂંટણીની રણનીતિ ઘડવામાં વ્યસ્ત છે, તો બીજી બાજુ કેંદ્ર સરકાર દિલ્લીમાં ચિકનગુનિયાના વઘતા પ્રભાવને રોકવામાં લાગેલી છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ ચિકનગુનિયાના વધતા પ્રભાવને જોતા કહ્યું કે, ‘અમે દિલ્લીને દરેક પ્રકારની મદદ ઉપલબ્ધ કરાવવા માટે તૈયાર છીએ.
ચિકનગુનિયાના મામલામાં ખાસ કદમ ઉઠાવવા માટે જાન્યુઆરી પછીથી રાજ્ય સરકારને 11 પરામર્શ મોકલવામાં આવ્યા છે. અમે તેમની સાથે સમન્વય બનાવી રાખ્યો છે. કેંદ્ર સરકાર પરિસ્થિતિઓ ઉપર પોતાની નજર ટેકવીને રાખી છે. આવતી કાલે બુધવારે પરિસ્થિતિને લઈને એક બેઠક મળશે.
તેમને લોકોને ભરોસો આપતા કહ્યું કે પરિસ્થિતિને લઈને ગભરાવવાની જરૂર નથી. બસ કાળજી રાખો કે બીમારીને રોકવા માટે રોગસૂચક બતાવવામાં આવેલા ઉપાયો ફોલો કરો..
તમને જણાવી દઈએ કે, 24 કલાકથી પણ ઓછા સમયમાં ચિકનગૂનિયાથી મરનાર લોકોની સંખ્યા ચાર થઈ ગઈ છે. પરંતુ સ્થિતિ ગંભીર હોવા છતાં કેજરીવાલ સરકારના માત્ર એક જ મંત્રી દિલ્લીમાં છે, બાકી બધાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે.
3 દર્દી દિલ્લીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ છે, તો એક વ્યક્તિ અન્ય હોસ્પિટલમાં દાખલ છે. દિલ્લીના સ્વાસ્થ્ય મંત્રી સતેંદ્ર જૈન હાલ ગોવામાં છે. તેઓ ગોવામાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના પ્રચારમાં જોડાયેલા છે.
જ્યારે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતે આગલા 10 દિવસ બેંગ્લુરુમાં રહેનાર છે. તે પોતાના ગળાની સર્જરી માટે ગયેલા છે. તેના પહેલા કેજરીવાલ ચાર દિવસના પંજાબ પ્રવાસ પર હતા. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગેરહાજરીમાં દિલ્લીની જવાબદારી નાયબમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની છે, પરંતુ તે પણ શિક્ષા સાથે જોડાયેલા એક પ્રવાસ માટે સોમવારે રાત્રે ફિનલેંડ માટે રવાના થઈ ચૂક્યા છે.