Rajasthan Cabinet Resigned: પંજાબની જેમ રાજસ્થાન કોગ્રેસમાં ખેંચતાણના રિપોર્ટ વચ્ચે પાર્ટી રાજસ્થાન સરકારમાં મોટા ફેરફાર કરવાના મૂડમાં છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત સરકારના તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે. આવતીકાલે નવી સરકારનો શપથગ્રહણ સમારોહ યોજાશે.






આવતીકાલે એટલે કે રવિવારે પાર્ટીના તમામ નેતા અને ધારાસભ્યો બપોરે બે વાગ્યે હાજર રહેશે. સાંજે ચાર વાગ્યે નવા મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ યોજાશે.


રાજ્યના વાહનવ્યવહાર મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસે મંત્રીમંડળની બેઠક બાદ આ જાણકારી આપી હતી. રાજસ્થાન મંત્રીપરિષદની બેઠક શનિવારે સાંજે મુખ્યમંત્રી અશોક ગેહલોતની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં તમામ મંત્રીઓએ રાજીનામું આપી દીધું હતું. તેમણે કહ્યું કે મંત્રીમંડળની બેઠક મુખ્યમંત્રી ગેહલોતની અધ્યક્ષતામાં યોજાઇ હતી. તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે.


કોગ્રેસ ધારાસભ્યોને રવિવારે બપોરે બે વાગ્યે પાર્ટીના પ્રદેશ કાર્યાલયમાં બોલાવવામાં આવ્યા છે. બાદનો કાર્યક્રમ  મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પાર્ટીના પ્રદેશ પ્રભારી અજય માકન નક્કી કરશે. સૂત્રોના મતે આવતીકાલે સાંજે ચાર વાગ્યે શપથગ્રહણ સમારોહ યોજાઇ શકે છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને સંબોધિત કરીને રાજીનામા આપવામાં આવે છે. બાદમાં મંત્રીમંડળની પુનઃગઠનની પ્રક્રિયા થાય છે. આ અંગેનો પ્રસ્તાવ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાએ રાખ્યો હતો.


ભાજપ નેતા વરુણ ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર, આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોને 1-1 કરોડ આપવા કરી માંગ


પ્રિયંકા ગાંધીએ PM મોદીને લખ્યો પત્રઃ કહ્યું, હવે લખીમપુર પીડિતોને ન્યાય મળે, ગૃહ રાજ્યમંત્રી સાથે મંચ પર ન બેસતા


આપણી ખબરઃ પાટીદાર અનામત આંદોલનના કેસ અંગે સી.આર.પાટીલે શું આપ્યું નિવેદન?