જમ્મૂઃ જમ્મૂ કાશ્મીરના બાંદીપુરામાં આજે બે આતંકવાદીઓને સેનાએ અથડામણાં ઠાર માર્યા. સુનાને આ આતંકવાદીઓ પાસેથી ભારે સંખ્યામાં હથિયાર અને દારૂગોળો મળ્યો હતો સાથે જ 8 હજાર રૂપિયા પણ મળ્યા હતા. આ 8 હજાર રૂપિયામાં બે હજાર રૂપિયાની નવી નોટ પણ હતી.
ઉત્તર કાશ્મીરના બાંદીપુરાના હાજિન વિસ્તારમાં સેનાનએ બે વિદેશી આતંકીઓને આજે સવારે ઠાર માર્યા હતા. આતંકીઓ પાસેથી ભારે સંખ્યામાં હથિયાર અને દારૂગોળો મળી આવ્યો હતો. ઉપરાં રોકડ રકમ પણ મળી જેમાં 2 હજાર રૂપિયાની નવી નોટ અને 100 રૂપિયાની કેટલીક નોટ હતી.
પોલીસ અનુસાર, બોનીખાન ગામમાં આતંકીઓ સંતાયેલા હોવાના ગુપ્ત જાણકારી મળ્યા બાદ 13 રાષ્ટ્રીય રાઈફલ્સની ટુકડી અને રાજ્ય પોલીસના વિશેષ અભિયાન ગ્રુપ (એસઓજી)એ અભિયાન શરૂ કર્યું.
જેવા જ સેનાના જવાન આતંકીઓના ઠેકાણા પાસે પહોંચ્યા કે તરત જ આતંકીઓએ ગોળીબારૂ શરૂ કરી દીધી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું, અથડામણ બન્ને આતંકીઓ ઠાર મરાયા ત્યાં સુધી ચાલી. કહેવાય છે કે આ બન્ને આતંકવાદી લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલ હતા.