NHRC On Workers High Death Rate: રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે રજીસ્ટર કારખાનઓમાં દૂર્ઘટનાઓમાં મજૂરોના ઉચ્ચ મૃત્યુદર (High Death Rate Of Workers) અને તેના માનવાધિકારો (Human Rights Of Workers)ની સુરક્ષા નક્કી કરવા માટે કરવામાં આવેલા ઉપાયો પર કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નૉટિસ પાઠવી છે. માનવાધિકારો આયોગનું માનવુ છે કે, કારખાનાઓ સહિત જુદાજુદા વ્યાવસાયિક ઉદ્યમોમાં શ્રમિકોના માનવાધિકારોના વિશે ગંભીર ચિંતાઓ પેદા થઇ રહી છે. 


માનવાધિકારો આયોગે નોટિસમાં કહ્યું છે કે, કાનૂન અતંર્ગત નોકરી આપનારા (નિયોક્તાઓ) અને કર્મચારીઓની વચ્ચે કૉન્ટેક્ટ કરીને માનવાધિકાર જોખમ ઓછુ કરી શકાય છે. આયોગે નૉટિસમાં કારખાનાઓમાં દૂર્ઘટનાઓનું કારણ અને મજૂરોના મોતો સંબંધિત વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવા માટે પણ કહ્યું છે. 


સરકારોએ આપવો પડશે 2017 થી 22 સુધીનો ડેટા - 
માનવાધિકાર આયોગો નૉટિસમાં કહ્યું કે, રિપોર્ટમાં 2017 થી 2022 સુધીની સમય મર્યાદા માટે અભિયોજન સહિત દોષી ફેક્ટ્રી માલિકો વિરુદ્ધ કાર્યવાહી કરનારા મુખ્ય નિરીક્ષકની વર્ષવાર જાણકારી સામેલ હોવી જોઇએ. આની સાથે તે ઉપાયોની પણ જાણકારી રિપોર્ટમાં હોવી જોઇએ, જે રાજ્ય તથા કેન્દ્ર સરકાર મજૂરોને દૂર્ઘટનાથી બચાવવા માટે કર્યુ છે. 


શ્રમ અને રોજગાર મંત્રાલયને પણ આપી નૉટિસ - 
માનવાધિકાર આયોગે એક નૉટિસ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવને પણ આપી છે, આયોગે પુછ્યુ છે કે વ્યાવસાયિક સુરક્ષા, સ્વાસ્થ્ય અને માનવાધિકારોની સ્થિતિમાં સુધારા માટે શું ઉપાય કરવામાં આવ્યા છે, અને શુ ઉપાય કરવામાં આવી રહ્યાં છે. આયોગને આશા છે કે 6 અઠવાડિયાની અંદર રિપોર્ટ મળી જશે.


 


CAA વિરોધ પ્રદર્શન: UP પોલીસની કાર્યવાહીને લઈને રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીએ NHRC પ્રમુખ સાથે કરી મુલાકાત


નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદાને લઈને સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ત્યારે આજે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત વિરષ્ઠ નેતાઓએ રાષ્ટ્રીય માનવઅધિકાર આયોગના પ્રમુખ (NHRC) સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે ઉત્તરપ્રદેશ પોલીસની કામગીરી અંગે વિસ્તૃત અહેવાલ સોંપ્યો હતો. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઉત્તરપ્રદેશ પોલીસે સીએએ વિરૂદ્ધ પ્રદર્શન કરતા લોકો પર અત્યાચાર કર્યો છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર લલ્લૂ, અભિષેક મનુ સિંઘવી, જિતિન પ્રસાદ, રાજીવ શુક્લા અને સલમાન ખુર્શીદ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગત મહિને ડિસેમ્બરમાં ઉત્તરપ્રદેશમાં નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસી વિરૂદ્ધ યૂપીમાં થયેલા વિરોધ પ્રદર્શનોમાં ઘણા લોકોના જીવ ગયા છે અને ઘણા ઘાયલ થયા છે.


ઉત્તર પ્રદેશમાં સીએએ વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શન દરમિયાન રાજ્યના અનેક શહેરોમાં અગ્નિદાહ અને હિંસક ઘટનાઓ નોંધાઈ હતી, જે પછી પોલીસે કાર્યવાહી કરી હતી..સુધારેલા નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) વિરુદ્ધ દેશભરના ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. એક મહિનાથી વધુ સમયથી દિલ્હીના શાહીન બાગ ખાતે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે.