નવી દિલ્લીઃ આઠ વર્ષ જુના પટનાના ગાંધી મેદાન બ્લાસ્ટ કેસમાં એનઆઇએ કોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે. પટનાના ગાંધી મેદાનમાં 2013માં થયેલા સીરિયલ બ્લાસ્ટમાં NIAની કોર્ટે સોમવારે સજા સંભળાવી. NIA કોર્ટ ઐતિહાસિક ફેંસલો સંભળાવતા 4 દોષીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે, જ્યારે આ કેસમાં 2 લોકોને જન્મટીમની સજા, 2ને 10 વર્ષની સજા અને એકને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. વર્ષ 2013માં પટનાના ગાંધી મેદાનમાં મોટો બ્લાસ્ટ થયો હતો, જે કેસની તપાસ એનઆઇએ કરી રહી હતી જેનો આજે મોટો ચૂકાદો આવ્યો છે.


પટનાની એએનઆઇ કોર્ટે અગાઉ આ કેસમાં 10માંથી 9 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. જ્યારે એક આરોપીને પુરાવાને અભાવે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની હુંકાર રેલીના સ્થળ પર આ બ્લાસ્ટ થયો હતો. 






શું છે આખો મામલો........
આઠ વર્ષ પહેલા પટનાના ગાંધી મેદાનમાં નરેન્દ્ર મોદીની હુંકાર રેલીમાં બોમ્બ બ્લાસ્ટય થયા હતા. આ કેસમાં એનઆઇએની સ્પેશિયલ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. બોમ્બ બ્લ્સાટના કેસમાં કોર્ટે એક આરોપી ફખરુદ્દીનને છોડી મૂક્યો છે. જ્યારે હૈદર અલી, નુમાન અંસારી, મજીબુલ્લાહ, ઉમર સિદ્દિકી, ફિરોઝ અસલમ, ઇમ્તિયાઝ આલમ સહિત નવને દોષિત ઠેરવ્યા છે. હવે તેમને સજા ફટકારવામાં આવશે. હવે આ દોષિતોને પહેલી નવેમ્બરે સજા આપવામાં આવશે. આ કેસમાં અત્યાર સુધીમાં કોર્ટમાં 187 લોકોની સુનવણી થઈ ચૂકી છે. નોંધનીય છે કે, ગાંધી મેદાન સિરિયલ બ્લાસ્ટ કેસમાં 27મી ઓક્ટોબર 2013માં પટના ગાંધીન મેદાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. આ પછી 31મી ઓક્ટોબર 2013એ એનઆઇએ એ કેસ સંભાળ્યો હતો અને એક નવેમ્બરે દિલ્લી એનઆઇએ મથકમાં ફરિયાદ દાખલ થઈ હતી. જેમાં સગીર સહિત 12 સામે ફરિયાદ થઈ હતી. જેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. બીજી તરફ જુવેનાઇલ બોર્ડ દ્વારા સગીર આરોપીને પહેલા ત્રણ વર્ષ જેલની સજા સંભળાવી હતી. આ કેસમાં દોષિત પાંચ આતંકીઓને અન્ય મામલામાં પેહલા જ આજીવન કેદની સજા થઈ ચૂકી છે. જેમાં ઉમર સિદ્દીકી, અજહરુદ્દીન, અહમદ હુસૈન, ફકરુદ્દીન, ફિરોજ આલમ ઉર્ફ પપ્પૂ, નુમાન અંસારી, ઇફ્તિખાર આલમ, હૈદર અલી ઉર્ફે અબ્દુલા ઉર્ફે બ્લેક બ્યૂટી. મો.મોજીબુલ્લાહ અંસારી અને ઇમ્તિયાઝ અંસાર ઉર્ફે આલમ સામેલ હતા. જેમાંથી ઇમ્તિયાજ, ઉમેર, અજહર, મોજિબુલ્લાહ અને હૈદરને બોધગયા સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં પણ આજીવન કેદની સજા થઈ ચૂકી છે.