Dawood Ibrahim News: NIAએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સહિત પાંચ લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે. NIAની ચાર્જશીટમાં દાઉદના ધરપકડ કરાયેલા ત્રણ સાગરિતોના નામ છે. બાકીના બે નામ ફરાર ગુનેગાર દાઉદ ઈબ્રાહિમ અને ગેંગસ્ટર છોટા શકીલના છે.

Continues below advertisement


ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, ડી-કંપની અને ડોન દાઉદ ઈબ્રાહિમની ગતિવિધિઓ સાથે જોડાયેલા કેસમાં એનઆઈએ દ્વારા ધરપકડ કરાયેલા ત્રણ લોકોના નામ આરિફ અબુબકર શેખ, શબ્બીર અબુબકર શેખ અને મોહમ્મદ સલીમ કુરેશી ઉર્ફે સલીમ છે.